ગુજરાતમાં નવા 78 કોરોના પોઝિટિવ કેસની એન્ટ્રી, સારવારમાં પ્લાઝમા થિયરીથી થાય છે ફાયદો
ગુજરાતમાં દિવસને દિવસે કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે આજે સાંજે ફરી એકવાર આરોગ્ય વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરીને આજનો આંકડો આપ્યો હતો.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર : ગુજરાતમાં દિવસને દિવસે કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે આજે સાંજે ફરી એકવાર આરોગ્ય વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરીને આજનો આંકડો આપ્યો હતો. જેમાં આજે ગુજરાતમાં નવા 78 કુલ કોરોના પોઝિટિવ કેસ આવ્યાં હતાં. જેમાં ફરી એક વખત અમદાવાદમાં 32 કેસ નોંધાયા હતાં. જોકે આજે વધુ સુરતમાં 38 કેસ નોંધાયા છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી પ્રમાણે 12 લોકો સાજા થઇને ઘરે ગયા છે અને 3 લોકોના આજે મોત થયાં છે. ડિસ્ચાર્જ થનાર વ્યક્તિઓમાં ભાવનગરમાં 92 વર્ષીય દર્દીનો પણ સમાવેશ થાય છે.
જયંતિ રવિએ કોરોનાની સારવારમાં પ્લાઝમા થિયરી ફાયદાકારક થાય છે એનો ખુલાસો કર્યો છે. પ્લાઝમા થિયરીમાં તાજેતરમાં કોરોના વાયરસના ઇન્ફેક્શનથી સાજા થયા હોય તેમના લોહીમાંથી પ્લાઝમા લઈને અન્ય દર્દીને આપવામાં આવે છે અને આ રીતે દર્દીમાં રોગપ્રતિકારક શક્તિ જનરેટ કરવામાં આવે છે. આ પ્લાઝમા થિયરીથી દર્દીની ઝડપથી રિકવરી થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે મુખ્યમંત્રીએ પોતે ટેલિફોનિક વાતચીત કરીને પ્લાઝમા પધ્ધતિ માટે મંજૂરી આપવા માટે જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે