ગુજરાતમાં Coronaના 2 એપ્રિલના લેટેસ્ટ અપડેટ, આગામી 4-5 દિવસ ખૂબ મુશ્કેલ ભર્યા છે
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ કોરોના વાયરસ (Corona virus) અંગના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, આજે કોરોના વાયરસમાં એક પણ પોઝિટિવ કેસ આપણે ત્યાં નથી આવ્યો. વડોદરામાં આજે સવારે 52 વર્ષના એક પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેઓએ શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. તેમના પરિવારજનો જે પ્રવાસમાં શ્રીલંકા ગયા હતા. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના 87 પોઝિટિવ કેસ છે. તો સાત દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ કોરોના વાયરસ (Corona virus) અંગના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, આજે કોરોના વાયરસમાં એક પણ પોઝિટિવ કેસ આપણે ત્યાં નથી આવ્યો. વડોદરામાં આજે સવારે 52 વર્ષના એક પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેઓએ શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. તેમના પરિવારજનો જે પ્રવાસમાં શ્રીલંકા ગયા હતા. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના 87 પોઝિટિવ કેસ છે. તો સાત દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ફરજિયાતપણે ઘરોમાં બંધ રહેવાથી ગુજરાતમાં માનસિક રોગોના દર્દીઓ વધ્યા
વધુમાં તેઓએ જણાવ્યું કે, આવનાર ચાર-પાંચ દિવસ ખૂબ અઘરા છે, મુશ્કેલ ભર્યા છે. સોશિયલ ડિસ્ટન્સ બહુ જ જરૂરી છે. બીજે ક્યાંય પ્રવાસ કરીને આવ્યા હોય કે આંતર રાજ્ય પ્રવાસ કર્યો હોય આપવા આ પ્રકારનાં લક્ષણો છે તેઓએ તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. હાલ 17666 હોમ ક્વોરેન્ટાઈનમાં, સરકારી 904 કુલ 18000 થી વધુ કોરોટાઈનમા છે. કુલ ટેસ્ટ 1789 કરાયા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. રાજ્યમાં એક સમયે 30 હજારથી વધુ લોકો કોરોન્ટાઈનમા હતા, જો કે હવે 17666 લોકો જ છે.
ગુજરાતમાં કુલ કેસ
- અમદાવાદના 31
- સુરત 12
- રાજકોટ 10
- વડોદરામાં 9
- મહેસાણા 1
- ગીર સોમનાથ 2
- પોરબંદરમાં 3
- પંચમહાલમાં 1
સુરતમાં ડી-માર્ટના કર્મચારીને કોરોના નીકળતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો
તેમણે જણાવ્યું કે, હાલ રાજ્યમાં 1000 વધુ વેન્ટિલેટર માટેની વ્યવસ્થા સરકારે કરી લીધી છે અને થોડા સમયમાં ઉપલબ્ધ બની જશે. 9 હજાર લોકોને તાલીમ આપવામાં આવશે. 3.58 લાખ પીપીઈના કીટ આપણી પાસે ઉપલબ્ધ છે અને બીજા ઓર્ડર પણ આપવામાં આવ્યા છે. ત્રીપલ લેયર માસ્ક 1.23 કરોડ માસ્ક, n95 માસ્ક 10 લાખ કરતાં વધુ ઉપલબ્ધ છે. હવે મધ્યપ્રદેશમાં મેડિકલ કર્યા પછી ઈન્ટર્નશિપ કરવા માટેના ડોક્ટરો ગુજરાતમાં ઈન્ટર્નશિપ કરશે. મૂળ ગુજરાતી ડોક્ટરોએ મેડિકલ મધ્યપ્રદેશમાં કર્યું છે. રાજ્ય બહારના લોકો પણ ઈન્ટર્નશિપ કરવા માંગતા હોય તો ગુજરાતીઓને આવકારે છે. જે મેડિકલ કોલેજો બંધ થઈ ગઈ છે તેના વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવશે.
ભારતના કોઈ પણ કોરોના દર્દીને બળતરા થાય તેવી ખાસ સુવિધા ભોગવે છે કનિકા કપૂર
વડોદરાની ઘટના પર
વડોદરામા કોરોનાના દર્દીના મૃત્યુ બાદ અંતિમક્રિયા કરવામાં હોસ્પિટલના કર્મચારીઓએ ગંભીર બેદરકારી દાખવી હતી. કર્મચારી પહેરેલા સુરક્ષા કીટના કપડા સ્મશાનમાં જ ફેકી ને જતા રહ્યા હતા. જયંતી રવિએ કહ્યું કે, વડોદરાની ઘટનામાં બાયોમેડીકલ વેસ્ટનો જે રીતે ડિસ્પોઝલ કરવો જોઈએ તેની સૂચના વડોદરાને આપવામાં આવશે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. કોરોના વાયરસના દર્દીનું મૃત્યુ થાય તો પોસ્ટ મોર્ટમ કરવામાં આવતું નથી. જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ પ્રમાણે જો પોસ્ટમોર્ટમ નીકળવાની સૂચના છે. જો પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો વાયરસ ફેલાવાની સંભાવનાઓ વધી જાય છે.
વસ્તુ ધોઈને ઉપયોગમાં લો
સાથે જ તેઓએ જાહેર જનતાને અપીલ કરી કે, કોઈપણ વસ્તુ ખરીદવામાં આવે તો તેને ધોઈને સાફ કરીને ઉપયોગમાં લેવી જોઈએ. કોરોન્ટાઈનમાંથી બે-ત્રણ કેસ ભાગી ગયા હોવાનું ધ્યાન પર આવ્યું છે. તેવા કેસમાં ફરજ પાડીને શકાય છે અને ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે