સુરત : છેલ્લા 36 કલાકમાં ત્રીજું મોત, 220 કેસ સાથે અમદાવાદ બાદ બીજું શહેર બન્યું
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :સૌથી વધુ કેસોમાં અમદાવાદ બાદ બીજા નંબરે સુરત આવે છે. પરંતુ બંનેના આંકડામાં જમીન આસમાનનો ફરક છે. આજે સુરત (Surat) માં વધુ 18 પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા 12 કલાકમાં આ કેસનો આંકડો વધ્યો છે. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ કેસ 220 થયા છે. આ ઉપરાંત આજે સુરતમાં એક કોરોના (corona virus) પોઝિટિવ દર્દીનું મોત થયું છે. રાંદેરની 52 વર્ષીય રીઝવાના રફીકભાઈનું મોત નિપજ્યું છે, જેઓ નવી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં હતા. સુરતમાં કુલ મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. છેલ્લા 36 કલાકમાં ત્રીજું મોત થયું છે.
સુરતમાં કોરોના પોઝિટિવના સૌથી વધુ દર્દી માન દરવાજા વિસ્તારમાં છે. આ ઉપરાંત લિંબાયત, વરાછા જેવા વિસ્તારના કેસનો સમાવેશ થાય છે. 60થી વધુ કેસ ટેનામેન્ટમાં નોંધાયા છે. આ વિસ્તારને સેનેટાઇઝ કરાયો છે. વિસ્તારને કોર્ડન કરાયો છે. પતરાના શેડ ઉભા કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં કુલ 1604 પોઝિટિવ કેસ થયા છે. તો અમદાવાદમાં જ 1002 કેસ થયા છે. જેના બાદ બીજા નંબરે સુરત છે.
અમદાવાદમાં કીડીઓની જેમ કોરોનાના દર્દી ઉભરાયા, કેસ 1000ને પાર
બંધ બારણે ફરસાણની દુકાનમાં વેપાર
લોકડાઉનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ જ દુકાનો શરૂ કરવામાં આવશે તેવો નિયમોનું સુરતમાં પણ પાલન થઈ નથી રહ્યું. લોકડાઉન હોવા છતાં સુરતમાં ફરસાણની દુકાન કાર્યરત જોવા મળી. ડભોલી રોડ પર આવેલ ફરસાણની દુકાન લોકડાઉન વચ્ચે પણ ચાલુ રખાઈ હતી. ગ્રાહકોની અવરજવર જોવા મળી. દુકાનમાં એકસાથે લોકો ભેગા થતા સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ પણ જોવા મળ્યો. ગઈકાલે સવારના સમયે પણ દુકાન ચાલુ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે