Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા?

Gujarat Covid-19 Update: રાજ્યમાં વડોદરા કોર્પોરેશન, કચ્છ અને સુરત કોર્પોરેશનમાંથી 1-1, અમદાવાદમાંથી 2 મળી કુલ 5 કોરોના સંક્રમિતો સાજા થયા હતા..

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા?

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના 3 કેસ નોંધાયા હતા. વડોદરામાં 2 કેસ અને અમદાવાદમાં 1 કેસ નોંધાયો હતો. રાજ્યમાં વડોદરા કોર્પોરેશન, કચ્છ અને સુરત કોર્પોરેશનમાંથી 1-1, અમદાવાદમાંથી 2 મળી કુલ 5 કોરોના સંક્રમિતો સાજા થયા હતા. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.13 ટકા છે. હાલ રાજ્યમાં  કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 37 છે. અત્યાર સુધીમાં 1266509 લોકો કોરોના સામે જંગ જીત્યા છે, જ્યારે 11043 લોકોના મૃત્યુ થયા છે.

રાજ્યમાં કેટલા લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં કાલે સાંજ 5 વાગ્યા સુધીમાં કુલ 4429 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં રસીકરણનો કુલ આંક 12,78,25,775 પર પહોંચ્યો હતો.

કોરોનાના વધતા જોખમ વચ્ચે વધાર્યું ટેસ્ટીંગ, જાણો દેશમાં કેટલા આવ્યા નવા કેસો
ચીન, દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાન સહિત ઘણા દેશોમાં કોરોનાનો પ્રકોપ ચાલુ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે થયેલા મોતથી લોકોમાં હાહાકાર મચી ગયો છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા ભારત પણ પોતાની તૈયારીઓ ઝડપથી કરી રહ્યું છે. બુધવારે (4 જાન્યુઆરી) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયથી મળેલ ડેટા અનુસાર, કોવિડ-19ના 175 નવા કેસ નોંધાયા છે જ્યારે દેશમાં સક્રિય કેસની સંખ્યા 2,570 છે.

દેશભરમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.11 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 95.13 કરોડ સેકન્ડ ડોઝ અને 22.41 કરોડ બૂસ્ટર ડોઝ સામેલ છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 48,292 ડોઝ આપવામાં આવ્યા છે. ભારતનમાં હાલના સક્રિય કેસોનો આંકડો 2,570 છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news