Biparjoy Cyclone: દ્વારકા શહેરમાં અંધારપટ્ટ છવાયો! 750 વીજપોલ ધરાશાયી, સવાર સુધી તાંડવ કરશે બિપોરજોય
Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાની અસર દેવભૂમિ દ્વારકામાં પણ થઈ છે. દ્વારકામાં સાંજે 7 વાગ્યા સુધી 750 વિજપોલ ધરાશાયી થયા હોવાની માહિતી મળી છે. દ્વારકામાં 105થી 115 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે.
Trending Photos
Biparjoy Cyclone: ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાયું છે. કચ્છના જખૌમાં થોડીવારમાં વાવાઝોડાનો સૌથી ઘાતક પવન ફૂંકાવાનો શરૂ થશે. અત્યારે વાવાઝોડાનો અગ્ર ભાગ છે તે ટકરાયો છે. 12 વાગ્યા સુધીમાં કચ્છમાં સંપૂર્ણ રીતે જમીન સાથે વાવાઝોડું ટકરાશે. વાવાઝોડું 11.30 વાગ્યે જખૌમાં સંપૂર્ણ રીતે ત્રાટકશે. કરાચી અને માંડવી વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થઈ રહ્યું છે. 115થી 125 પ્રતિ કલાકની પવનની ઝડપે ત્રાટકશે. 16 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. અત્યારે 115થી 125 પ્રતિ કલાકની પવનની ઝડપ છે. મધરાત પછી પવનની ગતિ 75 કિમી પ્રતિ કલાક થઈ જશે. મધરાત પછી સાયક્લોન સ્ટ્રોમમાં પરિવર્તિત થઈ જશે.
#WATCH | Gandhinagar, Gujarat:..."Currently, the wind speed is between 115 to 125 per km hour, it can also go up to 140 km per hour. By midnight, wind speed might decrease": Manorama Mohanty, MET Director on #CycloneBiporjoy pic.twitter.com/54c79WItUS
— ANI (@ANI) June 15, 2023
બિપરજોય વાવાઝોડાની અસર દેવભૂમિ દ્વારકામાં પણ થઈ છે. દ્વારકામાં સાંજે 7 વાગ્યા સુધી 750 વિજપોલ ધરાશાયી થયા હોવાની માહિતી મળી છે. દ્વારકામાં 105થી 115 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. ચક્રવાતની અસર સવારે 6 વાગ્યા સુધી રહેશે. નાગરિકોને ઘરની બહાર ના નીકળવાની અપીલ કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે હાલ એક પણ ગામ સંપર્ક વિહોણુ નથી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બેટ દ્વારકામાં PGVClએ જનરેટર સેટ લગાવી વીજ પુરવઠો પૂરો પડવાની કામગીરી શરૂ કરી દીધી છે. તૂટેલા વિજપોલ તાત્કાલિક હટાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી દર કલાકે રિવ્યુ કરી રહ્યા છે. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાએ ઠેર ઠેર તબાઈ મચાવી દીધી છે. અનેક મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે તો કેટલીક જગ્યા વીજ પોલ પણ પડી ગયા છે. દ્વારકામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી ઘટના સ્થળોની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ મુલાકાત કરી હતી અને ધારશાયી વૃક્ષો રસ્તા પરથી હટાવવાની કામગીરીનું નિરક્ષણ કર્યું હતું
હાલ જે ખબર મળી રહી છે તે પ્રમાણે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં, નખત્રાણામાં, ભચાઉમાં, અંજારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આ સિવાય ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, રાપર, લખપત અને ભુજ તાલુકામાં પણ વાવાઝોડાની પ્રચંડ અસર દેખાઈ રહી છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર, ખંભાળિયા, દ્વારકા અને ભાણવડ તાલુકામાં વૃક્ષો ધરાશાયી હોવાના સમાચાર છે. અનેક ગામોમાં વીજપોલ ધરાશાયી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. ગાંધીધામમાં વીજ કરંટથી પશુઓનાં મોતના સમાચાર મળી રહ્યા છે. દરિયા કાંઠાના વિસ્તારમાં મોટા પાયે વૃક્ષો પડ્યાં છે.
દ્વારકામાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે રસ્તા પરથી વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનાસ્થળે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી પહોંચ્યા હતા અને ઝડપી કામગીરી કરી રસ્તા ખુલ્લા કરવા જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે