AAP ના મનીષ સીસોદીયા આજે સુરતમાં, મોટા શુભ સમાચાર આપશે તેવી ટ્વીટ કરી હતી 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય બનતા રાજકારણ ગરમાયુ છે. ગુજરાતના રાજકારણમાં હવે ત્રિકોણિયો જંગ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં એક્ટિવ થતા જ કેજરીવાલ બાદ હવે નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા ગુજરાત મુલાકાતે આવ્યા છે. મનીષ સીસોદીયા (manish sisodia) વહેલી સવારે સુરત પહોંચી ચૂક્યા છે. જ્યા તેઓ આજે સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. ઉદ્યોગપતિ મહેશ સવાણીના ઘરે તેઓ બપોરનું ભોજન લેશે. 

AAP ના મનીષ સીસોદીયા આજે સુરતમાં, મોટા શુભ સમાચાર આપશે તેવી ટ્વીટ કરી હતી 
  • મુલાકાત પહેલા મનીષ સીસોદિયાએ ગુજરાતીમાં ટ્વીટ કરીને કહ્યુ હતું કે, એક શુભ સમાચાર આપવા ગુજરાત આવી રહ્યો છું
  • ગુજરાતના મોટા માથા આપમા જોડાય તેવી શક્યતા, સીસોદિયા સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય બનતા રાજકારણ ગરમાયુ છે. ગુજરાતના રાજકારણમાં હવે ત્રિકોણિયો જંગ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં એક્ટિવ થતા જ કેજરીવાલ બાદ હવે નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા ગુજરાત મુલાકાતે આવ્યા છે. મનીષ સીસોદીયા (manish sisodia) વહેલી સવારે સુરત પહોંચી ચૂક્યા છે. જ્યા તેઓ આજે સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. ઉદ્યોગપતિ મહેશ સવાણીના ઘરે તેઓ બપોરનું ભોજન લેશે. 

એરપોર્ટ પર સ્વાગત કરાયુ

સવારે એરપોર્ટ પર મનીષ સીસોદીયાનું આપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામા આવ્યું હતુ. જોકે, તેમણે આપના કાર્યકર્તાઓને એરપોર્ટ પર આવતાં રોક્યા હતા. આપના નેતા પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા (gopal italiya), ઈસુદાન ગઢવી (isudan gadhvi) , પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ મનીષ સીસોદીયાનું સ્વાગત કર્યું હતું. 

મોટા માથા આપમાં જોડાય તેવી શક્યતા

મનીષ સીસોદીયા આજે નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે બાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધવાના છે. જેમાં ગુજરાતના મોટા માથા આપમા જોડાય તેવી શક્યતા છે. આ સાથે જ તેઓ સુરતના આપના કોર્પોરેટર સાથે બેઠક કરશે. તેમજ અનેક સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. 

અગાઉ રદ થયો હતો કાર્યક્રમ 

અગાઉ 24મી જૂનના રોજ મનીષ સીસોદીયા સુરત આવવાના હતાં. નાદુરસ્ત તબિયતને કારણે તેમનો કાર્યક્રમ રદ્દ થયો હતો. તેમનામાં કોરોનાના લક્ષણો જણાતા ડોકટરોએ આરામની સલાહ આપી હતી. જોકે, આ મુલાકાત પહેલા મનીષ સીસોદિયાએ ગુજરાતીમાં ટ્વીટ કરીને કહ્યુ હતું કે, એક શુભ સમાચાર આપવા ગુજરાત આવી રહ્યો છું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news