દીકરીઓ, ગરબા બાદ મોડી રાતે વાહન ન મળે તો આ નંબર ડાયલ કરજો, મળશે મદદ
Navratri 2024 : નવરાત્રિમાં નાગરીકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ સજ્જ... ભયમુક્ત વાતાવરણમાં બહેન દીકરીઓ ગરબા ઘૂમી શકે તે માટે રાજ્યભરમાં ૭૩૭ She Team તૈનાત... તમામ શહેર-જિલ્લામાં ૨૦૯ જેટલા કંટ્રોલરૂમમાં ૫,૧૫૨ CCTV દ્વારા રખાશે ચાંપતી નજર... મોડી રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરવાથી મળશે પોલીસની મદદ
Trending Photos
Gujarat Police : ગુજરાતમાં નવરાત્રી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના ૯ દિવસ અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મુકીને ગરબા રમી માં અંબાની આરાધના કરે છે. નવરાત્રીના આ તહેવારોમાં નાગરીકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ ખડે પગે તૈનાત છે.
નવરાત્રી દરમ્યાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરવામાં આવી છે. આ She Team પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે. કોઈપણ સ્થળે છેડતીના બનાવો ના બને અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે આ ટીમો સતત ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત અવાવરું જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરશે અને ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરવાથી તેઓને મદદ પણ કરવામાં આવશે.
નવરાત્રી પર્વ દરમ્યાન તમામ શહેર-જિલ્લામાં ૨૦૯ જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. કંટ્રોલરૂમમાંથી બારીકાઈથી CCTV કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેનું ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાએ સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી દરમ્યાન તમામ શહેર-જિલ્લા ખાતે ૫,૧૫૨ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
ગરબા રમવા અને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત અવરજવર રહેતી હોય છે. જેને ધ્યાને લઇ આવા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ક્યાંય ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શહેર વિસ્તારની સાથે સાથે ગામડાઓમાં યોજાતા ગરબા દરમિયાન વિશેષ તકેદારી રાખવા માટે જીઆરડી જવાનોને પણ તૈનાત કરાયા છે જેથી અંતરિયાળ વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે.
તો બીજી તરફ ગરબા ગ્રાઉન્ડ ઉપર પણ ,ુકચ મહિલા પોલીસની શી ટીમ દ્વારા મહિલા કે યુવતીઓની ગરબા દરમિયાન છેડતી ના પ્રયાસો કરતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની આ શી ટીમ સામાન્ય લોકોની જેમ જ તૈયાર થઈ ખેલૈયાઓ વચ્ચે ગરબા રમશે અને ગરબા રમતા રમતા મહિલા યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે
મોરબી જિલ્લામાં નવરાત્રિના પહેલા નોરતાથી જ પોલીસની સી ટીમ કાર્યરત થઈ ગયેલ છે અને જુદાજુદા વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટ તેમજ ગરબીઓમાં જઈને ત્યાં ચેક કરવામાં આવે છે. અને જો કોઈપણ શખ્સ રોમિયોગીરી કરતાં પકડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ વિભાગ કરશે અને ઠેર ઠેર પ્રાચીન અને અર્વાચીન ગરબામાં પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખી દેવામાં આવેલ છે. યુવતીઓને મહિલા પોલીસે પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ પાસેથી લેવા માટે ખાસ ટકોર કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે