Video : ગીર જંગલમાં બની અદભૂત ઘટના, શક્તિશાળી સિંહણ અને બચ્ચા જેવડા શ્વાન વચ્ચે થયું યુદ્ધ
‘જબ કુત્તે કે સસ્સા આયા...’ જોશીલા અમદાવાદીઓની જ્યારે પણ વાત થાય ત્યારે આ કૂતરા-સસલાની વાત અચૂક નીકળે છે. કેવી રીતે એક સસલુ કૂતરા પર ભારે પડે છે. ત્યારે હવે ગીરમાંથી કૂતરાના સાહસનો વીડિયો સામે આવ્યો છે. એક કૂતરાએ સિંહણ સામે બાથ ઝીલી હતી. ગીરના જંગલનો આ અદભૂત વીડિયો તમને દંગ કરી દેશે. કેવી રીતે એક શ્વાસ પોતાનાથી તાકાતમાં અનેકગણી બળવાન એવી સિંહણને હંફાવે છે અને સિંહણને પીછેહઠ કરવી પડે છે.
Trending Photos
હનીફ ખોખર/જૂનાગઢ :‘જબ કુત્તે કે સસ્સા આયા...’ જોશીલા અમદાવાદીઓની જ્યારે પણ વાત થાય ત્યારે આ કૂતરા-સસલાની વાત અચૂક નીકળે છે. કેવી રીતે એક સસલુ કૂતરા પર ભારે પડે છે. ત્યારે હવે ગીરમાંથી કૂતરાના સાહસનો વીડિયો સામે આવ્યો છે. એક કૂતરાએ સિંહણ સામે બાથ ઝીલી હતી. ગીરના જંગલનો આ અદભૂત વીડિયો તમને દંગ કરી દેશે. કેવી રીતે એક શ્વાસ પોતાનાથી તાકાતમાં અનેકગણી બળવાન એવી સિંહણને હંફાવે છે અને સિંહણને પીછેહઠ કરવી પડે છે.
ગીરના જંગલમાંથી સિંહોના ઝુંડ, સિંહોના શિકારના, સિંહોની પજવણી, આરામની પળોના અનેક વીડિયો સામે આવ્યા છે. પણ, ગીરના જંગલમાંથી પહેલીવાર આ પ્રકારની ઘટના સામે આવી છે, અને આ અદભૂત ક્ષણ કેમેરામાં કેદ થઈ શકી છે. જંગલમાં આવી ચડેલ શ્વાન પર સિંહણે હુમલો કર્યો હતો. જેમાં શક્તિશાળી સિંહણ સામે બચ્ચુ જેવા લાગતા શ્વાને પડકાર ફેંક્યો હતો. શ્વાન અને સિંહણ વચ્ચે જોરદાર યુદ્ધ થયું હતું. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પોતે સિંહણનો કોળિયા બનતા રોકવા માટે શ્વાન આક્રમક મોડમાં આવી ગયો હતો. અને આખરે શ્વાન સામે સિંહણ હંફી ગઈ હતી, અને પીછેહટ કરી હતી.
શ્વાસના વળતા હુમલાથી સિંહણ હતપ્રભ થઈ હતી, અને ચાલતી પકડી હતી. આમ, એક શ્વાને સિંહણને ધૂળ ચાટતી કરીને તેના પંજામાંથી પોતાનો બચાવ કર્યો હતો. આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં એક પ્રવાસીએ કેદ કરી છે. આમ, આ વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે