ગુજરાતના પાટનગરમાં જ ધમધમતી હતી ડ્રગ્સની ફેક્ટરી, અહીંથી આખા દેશમાં સપ્લાય થતો હતો માલ
Drugs Factory Caught From Gandhinagar : ગાંધીનગરના પીપળજ પાસે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ... મકાનમાં કેમિકલથી બનાવાતું હતું ડ્રગ્સ... પોલીસે 6થી 7 આરોપીઓની કરી ધરપકડ... સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
Trending Photos
Gandhinagar News : ગુજરાત હવે ડ્રગ્સ અને દારૂની નગરી બની ગયું છે. અહીં દારૂબંધી હોવા છતા ન માત્ર દારૂની, પરંતું ડ્રગ્સની પણ રેલમછેલ થાય છે. ત્યારે ફરી એકવાર ગુજરાત પોલીસની નાક નીચે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ છે. ગાંધીનગરના પીપળજ પાસે એક મકાનમાં કેમિકલથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડાઈ છે. પોલીસે ગઈકાલે મોડી રાતે અહીં પોલીસનો કાફલો આવ્યો હતો અને છ થી સાત લોકોને પકડી ગયા હોવાની વાત સામે આવી છે.
ગુજરાત ATS અને NCB દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત અને રાજસ્થાન મળીને ત્રણ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 10થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીપળજમાં ચાલતા આ ડ્રગ્સના કારોબારમાં વિવિધ પ્રકારના ડ્રગ્સ માટે રો મટીરિયલ બનાવાતું હતું. અહીં તૈયાર થયેલું ડ્રગ્સનું રો મટીરિયલ આખા દેશમાં સપ્લાય થતું હતું. તેમજ રાજ્ય બહાર પણ ડ્રગ્સનો સામાન મોકલવામાં આવતો હતો.
સ્થાનિક રહી સંજયભાઈના જણાવ્યા પ્રમાણે, અહીં રાત્રે પોલીસ આવી હતી અને કેટલાક લોકોને પકડી ગયા છે. આજે મકાનની જગ્યા છે એ મહેન્દ્રસિંહ વાઘેલા નામના વ્યક્તિની છે અને તેઓએ 20 થી 25 દિવસ પહેલા જ આ મકાન ભાડે આપ્યું હતું. આ સમગ્ર ઘટનામાં પેથાપુરની આગળ આવેલા પીપળજ પાસે આ પ્રકારનું ડ્રગ્સ બનાવવાનું કામ ચાલતું હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, ગાંધીનગરમાં પીપળજના એક ઘરમાં ડ્રગ્સ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ માહિતીના આધારે રેડ પાડવામાં આવી હતી. ગુજરાત એટીએસની ટીમે અલગ અલગ ટીમ બનાવીને રેડ પાડી હતી. ચોંકાવનારી બાબત એ છે કે, એક ફેક્ટરી ગાંધીનગરના પીપળજમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે મકાન ફાળવવામાં આવ્યું હતું તેમાં ચલાવવામાં આવી રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે