દૂધ સાગર ડેરીની અનોખી પહેલ, પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાવાથી ‘દૂધ મળશે મફત’
દૂધ સાગર ડેરીમાં 100 દૂધની ખાલી થેલીઓ પરત કરવામાં આવશે તો 1 દૂધની થેલી મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે. તથા જો 20 દૂધની ખાલી થેલીઓ પરત જમા કરવા પર એક છાશની થેલી મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: પ્લાસ્ટિક મુક્ત ભારત (Plastic Free India)અભિયાનને સમર્થન આપાવ માટે મહેસાણા(Mehsana)ની દુધ સાગર ડેરી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે અંર્તગત દૂધ સાગર ડેરીમાં 100 દૂધની ખાલી થેલીઓ પરત કરવામાં આવશે તો 1 દૂધની થેલી મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે. તથા જો 20 દૂધની ખાલી થેલીઓ પરત જમા કરવા પર એક છાશની થેલી મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે અનેક અભિયાનો ચલાવામાં આવી રહ્યા છે. જેને અનુલક્ષીનીને ઉત્તર ગુજરાતની દૂધ સાગર ડેરી દ્વારા આ અભિગમને સાથ આપીને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિગમને વેગ મળશે.
દૂધસાગર ડેરીએ કરી આ પ્રકારની જાહેરાત
પ્લાસ્ટિક મુક્ત ભારતને વેગ આપવા માટે ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધ સાગર ડેરી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત દૂધની 100 ખાલી થેલી પરત જમા કરાવા પર 1 દૂધની થેલી મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે. તથા 50 દૂધની ખાલી થેલી પરત જમા કરાવા પર 1 છાસની થેલી મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના આગામી 2 ઓક્ટોબરથી અમલી કરી દેવામાં આવશે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે