રાજકોટનો ન્યારી-2 ડેમ છલકાયો, 12 ગામોમાં જાહેર કરાયું એલર્ટ
ધીમી ધારે વરસતા વરસાદ વચ્ચે રાજકોટની જીવાદોરી સમાન ન્યારી-2 ઓવરફ્લો થયો છે.
Trending Photos
રાજકોટઃ શહેરને પાણી પૂરુ પાડતો ન્યારી-2 ડેમ છલકાઇ ગયો છે. ન્યારી-2 ડેમની જળસપાટી 20.70 ફૂટ પહોંચી ગઈ છે. ન્યારી છલોછલ થતાં તંત્ર દ્વારા અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણનાં ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. ન્યારા, તરઘડી, ગોવિંદપર, ખામટા ગામને અલર્ટ કરાયા છે. તો રામપર, વણપરી સહિતનાં ગામોને સાવચેત રહેવા સૂચન કરાયું છે.
આજે સવારથી જ રાજકોટ અને આસપાસના વિસ્તારમાં વરસાદ સરૂ થયો છે. ધીમી ધારે વરસતા વરસાદ વચ્ચે રાજકોટની જીવાદોરી સમાન ન્યારી-2 ઓવરફ્લો થયો છે. તો આસપાસના 12 ગામોને એલર્ટ કરી દેવાયા છે.
રાજકોટમાં અત્યાર સુધી 16 ઇંચ વરસાદ
રાજકોટમાં અત્યાર સુધી સીઝનનો કુલ 16 ઇંચ વરસાદ નોંધાયો છે. બે વખત એકધારો ધમાકેદાર વરસાદ થયો હતો તો વચ્ચે વચ્ચે છૂટોછવાયો વરસાદ થયો છે. આમ રાજકોટમાં વરસાદ થતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. તો રાજકોટને પાણી પૂરૂ પાડતા ડેમમાં પણ નવાનીરની આવક થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે