ગુજરાતમાં વેપારીઓની હાલત કફોડી બની! આ કાયદાને લઈને આગામી દિવસોમાં વેકેશન આપવાની નોબત
આગામી સમયમાં એક પાળી ચલાવવા મજબુર થશે. કામદારો પોતાના વતન ફરી રહ્યા છે. તો વિવર્સને ત્યાં માલનો ભરાવો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વેકેશન આપવાની નોબત આવી શકે તેમ છે. આમ તો ઉદ્યોગકારો કંઈક ને કંઈક પરિસ્થિતિ સામે ઝઝૂમતા રહેતા હોય છે. ક્યારે GST નો પ્રશ્ન હોઈ કે પછી કામદારો ની હડતાળ હોય. હાલ સરકાર દ્વારા ઉદ્યોગકારો માટે નવો નિયન લાવી રહી છે.
Trending Photos
સંદીપ વસાવા/માંગરોળ: MSME કાયદાને લઈ વેપારીઓની હાલત કફોડી બની છે. વેપારીઓને લઈ વિવર્સ હાલ તો મુશ્કેલી માં મુકાયા છે. વિવર્સ હાલમાં બે પાળી કારખાના ચલાવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં એક પાળી ચલાવવા મજબુર થશે. કામદારો પોતાના વતન ફરી રહ્યા છે. તો વિવર્સને ત્યાં માલનો ભરાવો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વેકેશન આપવાની નોબત આવી શકે તેમ છે.
ક્રેડિટ અંગે દુવિધા ઉભી થઇ
આમ તો ઉદ્યોગકારો કંઈક ને કંઈક પરિસ્થિતિ સામે ઝઝૂમતા રહેતા હોય છે. ક્યારે GST નો પ્રશ્ન હોઈ કે પછી કામદારો ની હડતાળ હોય. હાલ સરકાર દ્વારા ઉદ્યોગકારો માટે નવો નિયન લાવી રહી છે. MSME કાયદા અંતર્ગત 45 દિવસ માં બિલ નું ચુકવણું કરવાનું હોય છે. અને જેનો ટેક્ષ તેઓએ અગાઉથીજ ભરી દેવાનો હોય છે. હાલ આ નિયમને લઈ ઉત્પાદ કર્તા, વેપારીઓ તેમજ રિટેલરો દુવિધામાં મુકાયા છે. કારણે જે નિયમ છે તેમાં ઘણી વિસંગતતા ઉભી થઇ રહી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. માર્કેટમાં પ્રોડક્ટનું ઉત્પાદથી લઈને ગ્રાહક સુધીના વેચાણમાં જે રકમ ચુકવણું કરવાનું હોય તે સમય દરમ્યાન આપતી ક્રેડિટ અંગે દુવિધા ઉભી થઇ છે.
એક પાળી ચલાવવા મજબુર
હાલ આ નિયમને ઉદ્યોગોમાં ઘણી જગ્યાએ બંધ થાય છે તો ઘણી જગ્યા એ જે ફેકટરીઓ બે પાળીમાં ચાલતી હતી તે એક પાળીમાં ચાલી રહી છે. ખાસ ઉદ્યોગકારો માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનો માલના ઉત્પાદન અને તેના વેંચાણ માટે આશીર્વાદ સમાન હોય છે. લગ્ન સિઝન અને ત્યોહારોને લઈ માલની માંગ આ મહિના દરમ્યાન વધુ હોય છે. જેના થકી તેઓ આગામી 6 મહિનાનું સુધીનું પ્રોફિટ તેઓ કરી લેતા હોય છે. પરંતુ હાલ આ નિયમને લઈ અત્યારથી જ માલનું ઉત્પાદન ઘટી ચૂક્યું જે અને માલનો ભરાવો થઈ ચૂક્યો છે.
ઉદ્યોગો બંધ થવાના આડે
ઉદ્યોગકારો પર થતી અસર સીધી રોડ સુધી દેખાઈ છે. જે ઉદ્યોગો દિવાસ રાત ધમધમતા હતા. તે ઉદ્યોગો બંધ થવાના આડે છે. છેલ્લા ઘણા વર્ષોથી વિવર્સ મશીન હંકારતા કામદારો ઓપરેટરો ફેકટરીઓ બંધ અથવા તો એક પાળી કરી દેવાતા પોતાના વતન જઇ રહ્યા છે. જેને લઈ કામદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તેઓ સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા જેમ બને તેમ જલ્દી જે પણ પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવી ધંધા રોજગાર ચાલતા રહે લોકો મુશ્કેલી માં ન મુકાય તે માટે નિરાકરણ લાવવું જોઈએ
હાલ ધંધા રોજગાર પર માધી અસર
હાલ ઘણા ઉદ્યોગકારો MSME ના નિયમ ને ફાયદાકારક પણ ગણાવી રહ્યા છે. નિયમ માં આવતી વિસંગતતા દૂર કરી સરકાર સ્પષ્ટતા કરે તેવું પણ જણાવી રહ્યા છે. જણાવી રહ્યા છે. લગ્ન સિઝન અને ત્યોહાર ના સમયે તો MSME કાયદા ના કારણે હાલ ધંધા રોજગાર પર માધી અસર થઈ હોવાનું દેખાઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે