ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા

Dwarka News : દ્વારકા જિલ્લામાં પાનેલી ગામ પાસે આવેલ પ્રાચીન ખોડીયાર મંદિરનાં માતાજી દૂધ પીતા હોય તેવી વાત વેહતી થઈ,,, માતાજીની પ્રતિમા પ્રસાદ રૂપે ધરેલું દૂધ પીતી હોય તેવો વીડિયો થયો વાયરલ
 

ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા

Dwarka News : ગણેશજીની મૂર્તિ દૂધ પીએ છે... નંદીની પ્રતિમા દૂધ પીએ છે... તેના બાદ હવે ખોડિયાર માતાજીની પ્રતિમા દૂધ પીએ છે તેવી ઘટના સામે આવી છે. દ્વારકા જિલ્લામાં નવરાત્રિના પાવન દિવસ માં માતાજીની પ્રતિમા દૂધ પીવે છે તેવી ઘટના સામે આવી છે. લોકો આ ઘટનાને માતાજીનો પરચો કે ચમત્કાર તરીકે જોઈ રહ્યાં છે. 

પાનેલી ગામ પાસે આવેલ પ્રાચીન ખોડીયાર મંદિરમાં માતાજી દૂધ પીતા હોય તેવી વાત વહેતી થઈ હતી. માતાજીની પ્રતિમા પ્રસાદ રૂપી ધરેલ દૂધ પીતી હોય તેવો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં ભક્તોમાં માતાજીની કૃપા પ્રાપ્ત થઈ હોય તેવો અનોખ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

1995માં પણ ફેલાઈ હતી અફવા
નોંધનીય છે કે, વર્ષ 1995માં 21 સપ્ટેમ્બરે પણ દેશભરમાં અફવા ફેલાઈ હતી કે ભગવાન ગણેશની મૂર્તિઓ દૂધ પી રહી છે. ગુરુવારે તે દિવસે ગણેશ મંદિરો પર ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. દરેક મંદિર ખાતે આગામી બે દિવસ સુધી આ ચમત્કારની અફવાના કારણે ભક્તોની ભીડ એકત્ર થઈ હતી. બાદમાં જાણવા મળ્યું કે તાંત્રિક ચંદ્રાસ્વામીના આશ્રમથી આ અફવા ઉડાવવામાં આવી હતી. ત્યારબાદ પણ વર્ષ 2012માં રાજસ્થાનના અનેક મંદિરોમાં ભગવાન ગણેશની મૂર્તિના દૂધ પીવાની અફવા ફેલાયા બાદ ત્યાં પણ મંદિરોમાં ભક્તોની ભીડ એકત્ર થવાનું શરૂ થઈ ગયું હતું. વર્ષ 2015માં પ્રયાગરાજમાં પણ અફવા ફેલાઈ હતી કે નંદીની મૂર્તિ દૂધ ગ્રહણ કરી રહી છે. ત્યારબાદ મંદિરોમાં ભક્તોની ભીડ ઉભટી પડી હતી.

વૈજ્ઞાનિકોએ અફવા ગણાવી
દૂધ પીવડાવનારા ભક્ત પોતાને ભાગ્યશાળી સમજી રહ્યા છે અને ખુશ છે પરંતુ વૈજ્ઞાનિકોનું માનીએ તો તે માત્ર એક અંધવિશ્વાસ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મૂર્તિઓના દૂધ પીવાનું કારણ સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠ તણાવ છે. પથ્થરની મૂર્તિમાં તમામ છિદ્ર હોય છે, જે લિક્વિડને અંદરની તરફ ખેંચે છે. મૂર્તિઓના દૂધ પીવાની પાછળ અને કોઈ કારણ નથી. તેને ભ્રમ તરીકે ફેલાવવામાં આવે છે. મૂર્તિ એક લિમિટ સુધી લિક્વિડ એબ્ઝોર્બ કરી શકે છે. તમે ઘરમાં પણ કોઈ ડ્રાઈ મૂર્તિને દૂધ પીવડાવશો તો તે પણ પીશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news