શાંતિથી ન બેસો, 6 મહિનામાં ફરીથી ગુજરાતના આંગણે ચૂંટણી આવીને ઉભી જ રહેશે
ગુજરાતમાં આ સાથે જ ચૂંટણીનો માહોલ સમાપ્ત થયો છે એવું તમે માનતા હોય તો તમે ખોટા છો. કારણ કે, આગામી 6 મહિનામાં ફરીથી ગુજરાતના આંગણે ચૂંટણી આવીને ઉભી જ રહેશે. શું છે આ પાછળનું કારણ તે જાણીએ....
Trending Photos
દિપ્તી સાવંત/અમદાવાદ :આજે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. વલણથી એક વાત સ્પષ્ટ થઇ ચુકી છે કે કેન્દ્રમાં ભાજપ એકવાર ફરીથી પોતાની સરકાર બનાવતી જોવા મળી રહી છે. કોંગ્રેસ તમામ પ્રયાસો છતા પણ સફળ થતી જોવા મળી રહી છે. અને મોટા ગઢમાં તે હારતી દેખાઇ રહી છે. ભાજપ હવે દેશનાં ઇતિહાસમાં પહેલી બિન કોંગ્રેસી પાર્ટી છે, જે સતત બીજી વખત પોતાનાં બહુમતનાં આધારે સરકાર બનાવવા જઇ રહી છે. તો બીજી તરફ, ગુજરાતમાં પણ 26 બેઠકો પર ભાજપે કબજો મેળવી લીધો છે. આ સાથે જ ગુજરાતમાં ચાર વિધાનસભાની પેટાચૂંટણીઓનું પણ પરિણામ આજે આવ્યું છે. ઊંઝા, માણાવદર, ધાંગ્રધા અને જામનગર, ચારેયમાં ભાજપે જ જીત મેળવી છે, અને કોંગ્રેસ બૂરી રીતે હારી છે. તો હવે ગુજરાતમાં આ સાથે જ ચૂંટણીનો માહોલ સમાપ્ત થયો છે એવું તમે માનતા હોય તો તમે ખોટા છો. કારણ કે, આગામી 6 મહિનામાં ફરીથી ગુજરાતના આંગણે ચૂંટણી આવીને ઉભી જ રહેશે. શું છે આ પાછળનું કારણ તે જાણીએ....
ગુજરાતમાં ફરી સર્જાશે ચુટણીનો માહોલ
લોકસભાના પરિણામ બાદ ફરીથી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના 4 ધારાસભ્યનો ટિકીટ ફાળવી હતી. આ ચારેય ધારાસભ્યો લોકસભામાં જીત્યા છે. ત્યારે ભાજપના આ ચાર ધારાસભ્યો લોકસભા જીતતા હવે 6 મહિનામાં ખાલી પડેલી આ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. અમરાઇવાડી, થરાદ, લુણાવાડા અને ખેરાલુ વિધાનસભા બેઠકો હવે ખાલી પડશે. આ ધારાસભ્યો હવે સાંસદ બનતા તેઓને કોઇ પણ એક પદ પરથી રાજીનામુ આપવું પડશે. ત્યારે ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી યોજાશે.
- એચ.એસ. પટેલ અમરાઈવાડીથી ભાજપના ધારાસભ્ય હતા, જેઓ આજે અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પરથી જીત્યા છે.
- પરબત પટેલ બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય હતા, જેઓ આજે બનાસકાંઠાની લોકસભા બેઠક પરથી જીત્યા છે.
- ભાજપે લુણાવાડાના સીટિંગ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકીટ આપ્યા હતા, જેઓ આજે પંચમહાલ લોકસભા બેઠક પરથી જીત્યા છે.
- ભાજપે પાટણ બેઠક પર ભરતસિંહ ડાભીને લોકસભાની ટિકીટ આપી હતી, જેને કારણે તેમની ખેરાલુ વિધાનસભા બેઠક હવે ખાલી પડશે.
બનાસકાંઠા: ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ વચ્ચે જંગ, ભાજપના પરબત પટેલને જંગી લીડ
બે સીટ પર લડવાનો નિયમ
બે સીટ પર લડવાનો ક્રમ તો બહુ જ જૂનો છે. પહેલા કોઈ પણ ઉમેદવાર ગમે તેટલી સીટ પરથી ઈલેક્શન લડી શક્તો હતો, પરંતુ 1996માં નિયમમાં રિસર્ચ કરીને એક ઉમેદવારને વધુમાં વધુ બે સીટ પરથી લડવાની મંજૂરી આપવામાં આવી છે. ચૂંટણી પંચના નિયમ અનુસાર, એક ઉમેદવાર બે સીટ પરથી જ ચૂંટણી લડી શકે છે. જો તે બંને સીટ પરથી જીતે છે, તો તેને 10 દિવસ બાદ એક સીટ છોડવી પડે છે, જેના પર ફરીથી પેટાચૂંટણી યોજાય છે. આ બધુ જનપ્રતિનિધિત્વ કાયદો 33 (7) અંતર્ગત આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે