રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી 2 સીટ માટે એક સાથે ચૂંટણી યોજવાની કોંગ્રેસની માગણી

કોંગ્રેસે ગુરુવારે કહ્યું કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાંથી રાજ્યસભાની બે સીટો ખાલી થઈ છે અને તેના પર એક સાથે ચૂંટણી યોજવી જોઈએ. કારણ કે તેમને એવો અંદેશો છે કે બંને સીટો પર ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે અલગ અલગ તારીખે ચૂંટણી યોજાઈ શકે છે. 

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી 2 સીટ માટે એક સાથે ચૂંટણી યોજવાની કોંગ્રેસની માગણી

નવી દિલ્હી: કોંગ્રેસે ગુરુવારે કહ્યું કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાંથી રાજ્યસભાની બે સીટો ખાલી થઈ છે અને તેના પર એક સાથે ચૂંટણી યોજવી જોઈએ. કારણ કે તેમને એવો અંદેશો છે કે બંને સીટો પર ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે અલગ અલગ તારીખે ચૂંટણી યોજાઈ શકે છે. 

પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ એમ પણ કહ્યું કે પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ આ સંદર્ભે બહુ જલલદી ચૂંટણી પંચને મળશે અને પોતાનો અહેવાલ આપશે. 

તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે 'અમારી પાસે એવી જાણકારી છે કે ગુજરાતમાં રાજ્યસભાની સીટો માટે અલગ અલગ તારીખે ચૂંટણી યોજાઈ શકે છે. જો આમ થયું તો તે ગેરબંધારણીય હશે. આમ કરવાનો હેતુ સ્પષ્ટ હશે કે સત્તાધારી પક્ષ બંને બેઠકો જીતી લે. જો ચૂંટણી એક સાથે થશે તો એક સીટ વિપક્ષી પાર્ટીને મળશે.'

જુઓ LIVE TV

સિંઘવીએ કહ્યું કે અમે એમ નથી કહેતા કે એક સાથે યોજાવાની છે. પરંતુ અમને શંકા છે જે અમે મીડિયાના માધ્યમથી ચૂંટણી પંચ સુધી પોતાની વાત પહોંચાડવા માંગીએ છીએ. અમે જલદી ચૂંટણી પંચને મળીને અમારો પક્ષ રજુ  કરીશું. 

તેમણે કહ્યું કે અમે ચૂંટણી પંચને આગ્રહ કરીએ છીએ કે બંને બેઠકો પર એક સાથે ચૂંટણી યોજાય. કારણ કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની એક સાથે લોકસભા માટે ચૂંટાઈ આવ્યાં છે. આ પ્રકારની સ્થિતિમાં પહેલા પણ હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં એક સાથે ચૂંટણી થઈ હતી. 

નોંધનીય છે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં અમિત શાહ ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં અને રેકોર્ડબ્રેક માર્જિનથી જીત્યા હતાં. જ્યારે સ્મૃતિ ઈરાની ઉત્તર પ્રદેશના અમેઠીથી ચૂંટાઈ આવ્યાં હતાં. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યાં હતાં. આ બંને નેતાઓ ગુજરાતથી રાજ્યસભામાં ગયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news