ગુજરાતમાં એક નવી આગાહી - કમોસમી વરસાદ અને ગરમી એકસાથે ત્રાટકશે
Weather Update : રાજ્યમાં કાળઝાળ ગરમીનો વધ્યો પ્રકોપ... 2 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો.... અસહ્ય ગરમીના કારણે લોકોની મુશ્કેલીમાં થયો વધારો....
Trending Photos
Gujarat Weather Forecast : ગુજરાતમાં વધતા તાપમાન સાથે એક નવી આગાહી આવી છે. ગુજરાતમાં હીટવેવ વચ્ચે કમોસમી વરસાદનું પણ અનુમાન છે. એક તરફ અસહ્ય ગરમી અને ઉકળાટ અનુભવાય છે, ત્યાં ગુજરાતના કેટલાક શહેરોમાં વાદળછાયુ વાતાવરણ રહીને કમોસમી વરસાદ એન્ટ્રી કરી શકે છે. ગુરૂવારે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ આ સાથે ગરમીમાં પણ વધારો નોંધાયો હતો.
ક્યાં ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હિટવેવની આગાહી છે. તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે. ગુજરાતમાં અરબ સાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવશે.
માવઠાની આગાહી વચ્ચે ગરમીની આગાહી તો યથાવત જ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલું છે. રાજ્યમાં 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. અમરેલીમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજ્યના 2 શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર પહોંચી ગયું છે. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડીગ્રીને પાર નોંધાયું છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 37.4 ડિગ્રી પાર નોંધાયું છે.
રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાન નો આંકડા
- અમદાવાદ 37.3 ડિગ્રી
- ગાંધીનગર 37.2 ડિગ્રી
- ડીસા 37.9 ડિગ્રી
- વડોદરા 38.6 ડિગ્રી
- અમરેલી 40.3 ડિગ્રી
- ભાવનગર 37.4 ડિગ્રી
- રાજકોટ 40.1 ડિગ્રી
- સુરેન્દ્રનગર 39.2 ડિગ્રી
- પોરબંદર 39.0 ડિગ્રી
- વેરાવળ 38.9 ડિગ્રી
- મહુવા 38.6 ડિગ્રી
- ભુજ 38.5 ડિગ્રી
- નલિયા 37.2 ડિગ્રી
- કંડલા 39.0 ડિગ્રી
- કેશોદ 39.4 ડિગ્રી
અંબાલાલ પટેલે પણ કરી છે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે કસ (ચોમાસામાં વરસાદ થવા માટેનાં વાદળનાં ચિહ્ન) દેખાય તેના 225 દિવસ પછી જે વિસ્તારમાં કસ દેખાયો હોય ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આ દેશી વિજ્ઞાનની વાત કરીને હાલ જે વાદળો થાય છે તેને પણ કસ ગણવાનો છે. હાલ હોળી નજીક છે ત્યારે આ કસનો છેલ્લો રાઉન્ડ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે