તમારા ઘરમાં શું અસલી ઘી છે નકલી? ગુજરાતમાં અહીંથી ઝડપાયા સુમુલ ઘીના ડૂપ્લીકેટ પેકેટ
સુરતના કાપોદ્રામાં જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં પોલીસે દરોડા પાડીને સુમુલ શુદ્ધ ઘીના ડૂપ્લીકેટ પેકેટ ઝડપી પાડ્યા હતો. ડેરીમાંથી પોલીસે ડુપ્લીકેટ ઘીનો જથ્થા સાથે પોલીસે ડેરીના માલિકની ધરપકડ કરી છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના કાપોદ્રા કારગીલ ચોક કૈવટ નગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ પોલીસે રેડ પાડી સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ધીનો ડુપ્લીકેટ જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ડેરીના માલીકની ધરપકડ કરી ડેરીમાંથી ડુપ્લીકેટ શુધ્ધ ધીના 1 લીટરના અને 500 મી.લીના 8 પાઉચ મળી કુલ રૂપીયા 3410નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને વોન્ટેડ બતાવ્યો છે.
કાપોદ્રા કારગીલ ચોક કૈવટનગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ મોડી સાંજે સાડા છ વાગ્યે પોલીસે રેડ પાડી હતી. જેમાં તપાસ દરમ્યાન ડેરીમાંથી સુરત-તાપી જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરીના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર સુમુલ શુધ્ધ ઘીના 1 લિટરના 3 અને 500 મી.લીના 5 મળી કુલ 7 પાઉચ મળી કુલ રૂપિયા 3410નો જથ્થો મળી આવ્યો હતો.
મોટા વરાછા સુદામા ચોક સિલ્વાસા ફ્લેટ એ.બી.સર્કલ પાસે રહેતા ડેરી માલીક કિશન શાંતી વિરમગામ પટેલ દ્વારા સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ઘીના પાઉચ વાળા આબેહુબ દેકાય તેવી ડુપ્લીકેટ ઘીના પાઉચ બનાવી વેચાણ કરી ગ્રાહકોના આરોગ્યને જાખમમાં મુકવાની સાથે સુમુલ ડેરી સંસ્થા સાથે છેતરપિંડી કરી હતી.
પોલીસે સુરતના પાલનપુર રોડ રામદેવનગર સોસાયટી માં રહેતા દિપેશ ચંપકલાલ ભટ્ટ ની ફરિયાદ લઈ ડેરી માલીક કેશવ વિરમગામ પટેલની ધરપકડ કરી હતી. જયારે તેની પુછપરછમાં ડુપ્લીકેટ ઘીનો જથ્થો પ્રતિક ઠક્કર આપી જતો હોવાની કબુલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે