સૌરાષ્ટ્રમાં ધોધમાર: જૂનાગઢ 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, રોપ વે સેવા અટકાવવી પડી
શહેર અને તાલુકામાં આજે મેઘરાજા મનમુકીને મહેરબાની કરી હતી. ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જૂનાગઢમાં સવારે 10 વાગ્યાથી જ મેઘરાજાની પધરામણી થઇ હતી જે બપોર સુધી અવિરત વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જૂનાગઢ શહેરની સાથે ગીરનાર પર્વત પર પણ જાણે જળના ધોધ વહેવા લાગ્યા હતા. જેના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. તળેટીના દામોદર કુંડમાં નવા નીરની આવક થઇ હતી. દાતા પર વરસેલા વરસાદના કારણે પગથીયાઓ પર પણ ઝરણા વહેતા થાય હતા.
Trending Photos
જૂનાગઢ : શહેર અને તાલુકામાં આજે મેઘરાજા મનમુકીને મહેરબાની કરી હતી. ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જૂનાગઢમાં સવારે 10 વાગ્યાથી જ મેઘરાજાની પધરામણી થઇ હતી જે બપોર સુધી અવિરત વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જૂનાગઢ શહેરની સાથે ગીરનાર પર્વત પર પણ જાણે જળના ધોધ વહેવા લાગ્યા હતા. જેના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. તળેટીના દામોદર કુંડમાં નવા નીરની આવક થઇ હતી. દાતા પર વરસેલા વરસાદના કારણે પગથીયાઓ પર પણ ઝરણા વહેતા થાય હતા.
જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં વરસાદના કારે પ્રકૃતિ સોળેકળાએ ખીલો ઉઠી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજમાર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ હતી. ભારે વરસાદના કારણે સ્થાનિક નાગરિકો પણ મોટા પ્રમાણમાં ઘરની બહાર નીકળી ગયા હતા. ગીરના ડુંગર પર ઉપરી વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. દામોદરકુંડના પગથીયા સુધી નવાનીરની આવક થઇ હતી. સોનરખ અને જૂનાગઢ શહેરમાંથી પસાર થતી કાળવ નદીમાં પણ ઘોડાપુર આવ્યું હતું.
સવારથી ગીરનાર પર પડી રહેલા વરસાદ અને પવનના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને બપોરે રોપવેની સેવા બંધ કરવાની ફરજ પડી હતી. તળેટીમાં આવેલા પોરવે સેવા થોડા સમય માટે બંધ રહેતા પ્રવાસીઓની ભીડ અટકી પડી હતી. જો કે રોપવે સેવા માત્ર જવા માટે જ બંધ કરવામાં આવી હતી. આવનારા યાત્રીઓને ધીરે ધીરે કરીને તબક્કાવાર નીચે એક ટ્રોલી દ્વારા નીચે ઉતારવામાં આવી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે