કાળજાના કટકાને પિતાએ 5000માં વેચી, અને પછી તરુણી એક પછી એક પથારીમાં ફરતી રહી...

માત્ર 5 હજાર ઉછીના આપી રૂપિયા વસૂલવા માટે બાળકીને નરાધમના હવાલે કરનાર સામુહિક બળાત્કાર પ્રકરણમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. પત્નીની સારવાર માટે પિતાએ પોતાના મિત્ર પાસેથી ઉછીના 5000 રૂપિયા લીધા હતા. જેથી આ રકમ મેળવવા માટે બાળકીને કામ પર રાખવાનું કહી આરોપીએ પોતે અને અન્ય ઈસમો દ્વારા બાળકી ઉપર બળાત્કાર ગુજારતો. જ્યારે બાળકીએ પિતાને વાત કરી જણાવી ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. આખરે આ ચકચારી પ્રકરણમાં પોલીસે સાત ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં બે આરોપી આધેડ ઉંમરના છે.
કાળજાના કટકાને પિતાએ 5000માં વેચી, અને પછી તરુણી એક પછી એક પથારીમાં ફરતી રહી...

ચેતન પટેલ/સુરત :માત્ર 5 હજાર ઉછીના આપી રૂપિયા વસૂલવા માટે બાળકીને નરાધમના હવાલે કરનાર સામુહિક બળાત્કાર પ્રકરણમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. પત્નીની સારવાર માટે પિતાએ પોતાના મિત્ર પાસેથી ઉછીના 5000 રૂપિયા લીધા હતા. જેથી આ રકમ મેળવવા માટે બાળકીને કામ પર રાખવાનું કહી આરોપીએ પોતે અને અન્ય ઈસમો દ્વારા બાળકી ઉપર બળાત્કાર ગુજારતો. જ્યારે બાળકીએ પિતાને વાત કરી જણાવી ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. આખરે આ ચકચારી પ્રકરણમાં પોલીસે સાત ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં બે આરોપી આધેડ ઉંમરના છે.

માનવતાને શર્મસાર કરે એવો બનાવ સુરત ખાતે બન્યો છે. જ્યારે માત્ર 5 હજારની ઉઘરાણી કરવા દેવાદાર પુત્રીને નરાધમ અન્ય હવસખોરોના હવાલે કરી દેતો હતો. સુરતના એક ઈસમે પોતાની પત્નીની સારવાર માટે પોતાના ઓળખીતા ભરતભાઈ પાસે 5000 રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમની ઉઘરાણી માટે ભરતે કિશોરીના પિતાને જણાવ્યુ હતુ કે, તેની દિકરીને પોતાને ત્યાં કામ પર રાખી આ રકમ મેળવી લેશે. પરંતુ આરોપી ભરતના ઇરાદાથી અજાણ હતા. આરોપી ભરત છેલ્લા ત્રણ મહિનામાં ત્રણેક વખત તરૂણીને ઓળખીતાના ઘરે લઈ જઈ ત્યાં પહેલા તે તરૂણી પર પોતે દુષ્કર્મ આચરી પછી બીજાને પણ તરૂણી પાસે મોકલતો. જે લોકો તરૂણી સાથે દુષ્કર્મ કરતાં તેઓ ભરતને રૂપિયા આપતા હતા. 

Bigbossમાં સલમાને શાહરૂખ ખાનનું એક Secret જાહેર કરી દીધું, કહ્યું કે...

પીડિત કિશોરી આરોપી ભરતને વિનંતી કરતી રહી. ‘કાકા કાકા...’ કહી વારંવાર વિનંતી કરતી રહી, પરંતુ ત્યારે પણ તેની વાત સાંભળી નહિ અને દયા પણ કરી નહિ. કિશોરીએ જ્યારે પોતાના પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો થતો હોવાની વાત પરિવારને કરી ત્યારે આંખો ખુલાસો થયો. પિતાએ આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સામુહિક બળાત્કાર ઉપરાંત હ્યુમન ટ્રાફિકિંગ અને ઇમ્મોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ભરત કરસન ભાખર, યોગેશ મનસુખસેજલિયા, કૌશિક મનસુખ સેજલિયા, સુનીલ બાબુ વાઘેલા, ભરત જસમત બરવાલિયા, જગદીશ મોહન માયાણી અને સંદિપ શિવરામ ગુપ્તાની ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news