ભીડ જોઈને AMCએ ફ્લાવર શોની ટીકિટના ભાવમાં કર્યો ભડકો, નહિ પોસાય સામાન્ય વર્ગને
રવિવારે ફ્લોવર શોમાં ઉમટી પડેલી ભીડને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીકિટ અંગે મોટો નિર્ણય લેવાયો છે. એક તરફ ફ્લાવર શો નિહાળવાની તારીખ લંબાવાઈ છે, તો બીજી તરફ ટિકીટના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. ફ્લાવર શોની ટિકીટ સીધી 50 રૂપિયા કરાઈ છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : રવિવારે ફ્લોવર શોમાં ઉમટી પડેલી ભીડને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીકિટ અંગે મોટો નિર્ણય લેવાયો છે. એક તરફ ફ્લાવર શો નિહાળવાની તારીખ લંબાવાઈ છે, તો બીજી તરફ ટિકીટના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. ફ્લાવર શોની ટિકીટ સીધી 50 રૂપિયા કરાઈ છે.
અમદાવાદ AMC આયોજિત ફલાવર શોની મુદત આગામી 31 જાન્યુઆરી સુધી વધારાઈ છે. પહેલા ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી યોજાવાનો હતો, પરંતુ હવે તેને વધુ 9 દિવસ નિહાળી શકાશે. એએમસી દ્વારા બીજી મોટી જાહેરાત એ કરાઈ છે કે, તારીખ 26 અને 27ના રોજ શોની ટિકીટ 50 રૂપિયા રહેશે. જ્યારે કે, અન્ય દિવસોમાં અગાઉ મુજબ રૂ.10ની ટિકીટ રહેશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રવિવાર હોવાથી લોકોની ભારે ભીડ થતા ગેરવ્યવસ્થા સર્જાઈ હતી. લોકોમાં રોષ પણ ઉભો થયો હતો. ત્યારે લોકોના રોષને ઠારવા માટે આ નિર્ણય લેવાયો છે. આ મામલે પોલીસ વિભાગ સાથે વધુ સંકલન કરવામાં આવશે. આ ઉપરાંત ટિકીટ કાઉન્ટર વધારવા પણ આદેશ અપાયો છે. આ અંગે અમદાવાદના મેયર બીજલ શાહે કહ્યું કે, લોકાર્પણ બાદ લોકોને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તેથી લોકોની રજૂઆત હતી કે, તેને વધુ સમય નિહાળી શકાય, તેથી તેની મુદત વધારાઈ છે.
ગઈકાલે AMC દ્વારા આયોજિત ફલાવર શોમાં લોકોની ભારે ભીડ રહેતા મુલાકાતીઓ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. AMCએ હવે ટ્વિટ કરીને શક્ય હોય ત્યાં સુધી ફ્લાવર શોની મુલાકાત લેવાનું ટાળવા અપીલ કરી છે. રવિવારના કારણે લોકોની ભારે ભીડ થતા આ નિર્ણય લેવાયો હતો. જેને પગલે રવિવારે ફ્લાવર શોમાં પ્રવેશવાના તમામ ગેટ બંધ કરવામાં આવ્યા હતા.
આમ, હવે જો 26 અને 27ના શનિ-રવિની રજામાં જો કોઈએ ફ્લાવર શો નિહાળવા જવુ પડ્યું તો પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા ચૂકવવા પડશે. જોકે, સામાન્ય વર્ગના લોકોને આ ટિકીટના ભાવ પોસાય તેમ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે