સુરતમાં IT પૂર્વ અધિકારી કોથળામાં મોઢુ નાખી રડી રહ્યા છે, ED 2.70 કરોડની સંપત્તી ટાંચમા લીધી

શહેરના જ્વેલર્સ દ્વારા નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાનું મની લોન્ડરિંગ કરાયાનો આરોપ લગાવનાર પુર્વ આઇટી અધિકારી અને વડાપ્રધાન મોદી સામે તપાસની માંગ કરનારા પીવીએસ શર્મા હવે પોતે જ કોથળામાં મોઢુ છુપાવીને રડી રહ્યા છે. ED દ્વારા તેના પર સકંજો કસવામાં આવ્યો છે. સુરક ભાજપ શહેરઉપપ્રમુખનો અને નિવૃત IT અધિકારી પીવીએસ શર્માની સામે તપાસ ચાલી રહી છે. જેના અનુસંધાને ઇડી દ્વારા ફ્લેટ, દુકાન અને એફડી સહિતની 2.70 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરવામાં આવી છે.
સુરતમાં IT પૂર્વ અધિકારી કોથળામાં મોઢુ નાખી રડી રહ્યા છે, ED 2.70 કરોડની સંપત્તી ટાંચમા લીધી

સુરત : શહેરના જ્વેલર્સ દ્વારા નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાનું મની લોન્ડરિંગ કરાયાનો આરોપ લગાવનાર પુર્વ આઇટી અધિકારી અને વડાપ્રધાન મોદી સામે તપાસની માંગ કરનારા પીવીએસ શર્મા હવે પોતે જ કોથળામાં મોઢુ છુપાવીને રડી રહ્યા છે. ED દ્વારા તેના પર સકંજો કસવામાં આવ્યો છે. સુરક ભાજપ શહેરઉપપ્રમુખનો અને નિવૃત IT અધિકારી પીવીએસ શર્માની સામે તપાસ ચાલી રહી છે. જેના અનુસંધાને ઇડી દ્વારા ફ્લેટ, દુકાન અને એફડી સહિતની 2.70 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંકેત મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પીવીએસ શર્માએ અગાઉ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત તેણે અનેક ચોંકાવનારા દાવાઓ કર્યા બાદ આઇટીએ તેના ઘરે દરોડા પાડ્યા ત્યારે તે પોતે રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા. જેના કારણે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પીવીએસ શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે આઇપીસીની કલમ 120 (બી), 420,471,468 અને 465 અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કાળા નાણા સામે મોદી સરકારનાં પગલાઓ પર સવાલ ઉઠાવીને ખુદ વડાપ્રધાનની જ તપાસ કરવાની માંગ કરનારા શર્મા પોતે જ ફસાઇ ગયા હતા. પહેલા દિવસની તપાસમાં જ તેની 10 બેનામી મિલ્કતો સામે આવી હતી. જે 40-50 કરોડ રૂપિયાની કિંમતની હતી. આ ઉપરાંત મુંબઇની એક કંપનીમાં તેઓ મહિને દોઢ લાખ રૂપિયાનો પગાર મેળવતા હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત તેઓ 90 લાખ રૂપિયાનું કમિશન પણ લઇ ચુક્યાં હોવાનું સામે આવ્યું હતું. જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ તેની અનેક સંપત્તી સામે આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news