શેરબજારમાં રોકાણ કરાવી ઊંચા નફા અપાવવાની લાલચે છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઇ

સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરી એક વખત  શેર ટ્રેડિંગ માં રોકાણ કરાવી બમણો નફો કરાવી આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર ગેગ ને ઝડપી પાડી છે. હાલ પોલીસે 6 આરોપીઓને ઝડપી કેવી રીતે આ ગેંગ લોકો ને લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરતી તે અંગે વધુ પૂછપરછ હાથ ધરીને આગળની તપાસ ચાલુ કરી છે.
શેરબજારમાં રોકાણ કરાવી ઊંચા નફા અપાવવાની લાલચે છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઇ

મૌલિક ધામેચા/અમદાવાદ : સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરી એક વખત  શેર ટ્રેડિંગ માં રોકાણ કરાવી બમણો નફો કરાવી આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર ગેગ ને ઝડપી પાડી છે. હાલ પોલીસે 6 આરોપીઓને ઝડપી કેવી રીતે આ ગેંગ લોકો ને લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરતી તે અંગે વધુ પૂછપરછ હાથ ધરીને આગળની તપાસ ચાલુ કરી છે.

સાયબર ક્રાઇમની કસ્ટડી માં દેખાતી આ એજ ભેજાબાજ ગેંગ છે. જે છેલ્લા દોઢ વર્ષથી તેમની લોભામણી લાલચ આપી લોકો ને વિશ્વાસ માં લઈ શેરબજાર માં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બે પ્લાન સમજાવતા હતા.ડિમેટ ટેન્ડરિંગ અને ફ્લેકશીબલ રિટર્ન એમ બે પ્લાન બતાવતા હતા ફ્લેક્સિબલ રિટર્ન માં રોજના 5 હજાર રૂપિયા પ્રોફિટ અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની ચીટીંગ આચરતા.

પ્રાથમિક માહિતી અનુસાર ભોગ બનનાર અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટીઝને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે આધારે સાયબર ક્રાઇમ પોલીસે ટ્રેકિંગ કરતા ગોતા વિસ્તારમાંથી કોલ સેન્ટરના માલિક સહિત 6 ની ગેંગને ઝડપી પાડી છે. સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓ પાસેથી ફરિયાદીના પ્રાથમિક તબક્કે 4 લાખ રૂપિયા રિકવર કરી આરોપીઓએ છેલ્લા દોઢ વર્ષ માં કેટલા લોકો સાથે ચીટીંગ આચરી છે કે કેમ તેને લઈને તાપસ ના ચક્રો ગતિમાન કર્યા છે.ત્યારે પોલીસની તપાસ અને પૂછપરછ માં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે અવાવની સંભાવનાઓ સેવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news