દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
દ્વારકાના હાઈવે રોડ પર બરડિયા પાસે થયેલા અકસ્માતમાં 5થી વધુના મોત થયા છે. બસ, કાર, બાઈક સહિત ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હજુ મૃત્યુ આંક પણ વધે તેવી શક્યતા છે.
Trending Photos
ઝી બ્યુરો/દ્વારકા: દેવભૂમિ દ્વારકા-જામનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દ્વારકાના હાઈવે રોડ પર બરડિયા પાસે થયેલા અકસ્માતમાં 7ના મોત થયા છે. બસ, કાર, બાઈક સહિત ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હજુ મૃત્યુ આંક પણ વધે તેવી શક્યતા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દ્વારકા જામનગર હાઈવે રોડ પર બરડીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક બસ, બે કાર સહીત ચાર બાઈક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. જેમાં 7 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં હજું મૃત્યુંઆક વધે તેવી શક્યતા છે. ઘટનાની જાણ થતા રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્ય પબુભા માણેક પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે.
આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે દ્વારકા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જાણવા મળી રહ્યું છે કે 15 લોકોને વધુ સારવાર અર્થે ખંભાળીયા હોસ્પિટલે ખસેડાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે