Gandhi Jayanti : મુખ્યમંત્રીએ પોરબંદરની ચોપાટી પરથી કચરો ઉઠાવ્યો, પર્યાવરણ અંગે કરી મોટી જાહેરાત

આજે બાપુનો જન્મદિવસ છે, અને સમગ્ર દેશ ભારતના આ રાષ્ટ્રપિતાની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે. ત્યારે તેમના જન્મસ્થળ પોરબંદરમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં આયોજિત ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ચોપાટી ખાતે રહેલ કચરો ઉપાડી એક બેગમાં એકઠો કર્યો હતો. આ સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ભીનો સૂકો કચરો અલગ રાખવાના શપથ લીધા હતા. મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય, સાંસદસભ્ય, અધિકારીઓ અને પોરબંદરની જનતાએ પણ સ્વચ્છતાના શપથ લીધા હતા. 

Gandhi Jayanti : મુખ્યમંત્રીએ પોરબંદરની ચોપાટી પરથી કચરો ઉઠાવ્યો, પર્યાવરણ અંગે કરી મોટી જાહેરાત

રક્ષિત પંડ્યા/પોરબંદર :આજે બાપુનો જન્મદિવસ છે, અને સમગ્ર દેશ ભારતના આ રાષ્ટ્રપિતાની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે. ત્યારે તેમના જન્મસ્થળ પોરબંદરમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં આયોજિત ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ચોપાટી ખાતે રહેલ કચરો ઉપાડી એક બેગમાં એકઠો કર્યો હતો. આ સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ભીનો સૂકો કચરો અલગ રાખવાના શપથ લીધા હતા. મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય, સાંસદસભ્ય, અધિકારીઓ અને પોરબંદરની જનતાએ પણ સ્વચ્છતાના શપથ લીધા હતા. 

વડીલોને પણ વાંકા વાળશે ભાજપનું નેતૃત્વ : સાંસદ પરબત પટેલે થરાદના ઉમેદવારને રીતસરના પગે લગાવડાવ્યા

બાપુના જન્મસ્થળ કિર્તી મંદિરમાં સીએમ રૂપાણીએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, ગાંધી એક વ્યક્તિ નહિ, પણ એક વિચાર હતા. એમનું જીવન ઉચ્ચ આદર્શ અને મૂલ્ય સાથે જોડાયેલું હતું. સત્ય, અહિંસા સહિતની વાતો રાજનેતા અને સંત તરીકે પોતાનું જીવન સમર્પિત કર્યું. દેશ આઝાદ થશે એ ખબર હતી. આઝાદી પછી એવી ચેતના જગાવી, જેમાં ભારત શક્તિશાળી ભારત બંને માટે સામાજિક પરિવર્તન તરફ લોકોને વાળ્યા. દક્ષિણ આફ્રિકા ખાતે તેઓને અન્યાય થયું ત્યારથી તેમના જીવનમાં મોટો વળાંક આવ્યો. આજે પણ દુનિયાને ગાંધીના વિચારની આવશ્યકતા છે. 

અનુરાગ કશ્યપની એક્સ વાઈફ કલ્કી કોચલીને આ PHOTO શેર કરીને આપ્યા ગુડ ન્યૂઝ...
 
પોરબંદરમાં મુખ્યમંત્રીની જાહેરાત
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મ જયંતીની ઉજવણી સાથે કિર્તીમંદિર ખાતે પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ પોરબંદર ખાતે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરતા કહ્યું કે, પર્યાવરણ અંગે જાગૃતતા આવે માટે વિદ્યાર્થીઓને શાળામાં પર્યાવરણ લેબ શરૂ કરવામાં આવશે. શિક્ષણમાં નૈતિક મૂલ્યના પાઠ શીખવવા માટે જાહેરાત કરવામાં આવી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news