મહાઆંદોલનના એંધાણ: 72 સરકારી કર્મચારી સંગઠનના 7 લાખથી વધુ કર્મચારીઓ સરકારને ભીંસમાં લેશે!

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે. આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય ખાતું સહિત 72 વિભાગના કર્મચારીઓ ભેગા થશે. મુખ્યમંત્રી, ધારાસભ્યોને રજુઆત કરવા છતાં ચર્ચા કરવા ન બોલાવતા કર્મચારીઓ વિરોધ કરશે. 7 લાખથી વધુ કર્મચારીઓ આ વિરોધમાં જોડાશે.

મહાઆંદોલનના એંધાણ: 72 સરકારી કર્મચારી સંગઠનના 7 લાખથી વધુ કર્મચારીઓ સરકારને ભીંસમાં લેશે!

બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર સામે મહામુસીબત દેખાઈ રહી છે. રાજ્યમાં 2022ની ચૂંટણી પહેલા મહાઆંદોલનના મંડાણ દેખાઈ રહ્યા છે. રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવશે, જેમણે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના કરવામાં આવી છે.

રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવીને મહાઆંદોલન કરશે. જેઓની જૂની પેંશન યોજના સહિત 5 મુખ્ય માંગો સાથે કર્મચારીઓ ધરણા કરશે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે. આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય ખાતું સહિત 72 વિભાગના કર્મચારીઓ ભેગા થશે. મુખ્યમંત્રી, ધારાસભ્યોને રજુઆત કરવા છતાં ચર્ચા કરવા ન બોલાવતા કર્મચારીઓ વિરોધ કરશે. 7 લાખથી વધુ કર્મચારીઓ આ વિરોધમાં જોડાશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજ્યના 7 લાખ કર્મચારીઓ દ્વારા આ આંદોલન છે. જેમા કર્મચારીઓના 72 મંડળો જોડાશે. સમગ્ર કર્મચારીઓ એક થયાં છે અને તમામ કર્મચારીઓની મુખ્ય પાંચ માંગણીઓ છે. જેમાં... 

1- જૂની પેન્શન યોજના,
2- સાતમા પગાર પંચના લાભો
3- ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી
4- અન્ય કેડરની પણ સરંગ સર્વિસ કરવી
5- અન્ય કેડર ને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવું

મહત્વનું છે કે, રાજ્યના 7 લાખ કર્મચારીઓએ સરકારને વારંવાર રજુઆત કરેલી હતી, પરંતુ કોઈ નિકાલ ના આવ્યો. જેણા કારણે આવતીકાલે હજારોની સંખ્યામાં કર્મચારીઓ મહાઆંદોલન કરશે. સવારે 10 થી 2 વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news