ભીડ એટલી ઉમટી કે, બે દિવસ વહેલા ખોલવા પડ્યા ગિરનાર પરિક્રમાના દરવાજા

 ગરવા ગિરનારમાં લીલી પરિક્રમાનો બે દિવસ બાદ એટલે કે 19 નવેમ્બરથી પ્રારંભ થયો છે. 19થી 23 નવેમ્બર સુધી યોજાનાર આ પરિક્રમા માટે ગિરનારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. શ્રદ્ધાળુઓને કારણે ગિરનારમાં હાલ જોવા જેવો નજારો બની ગયો છે. બે દિવસ પછી શરૂ થનારી પરિક્રમા માટે હાલ પરિસ્થિતિ એવી બની છે કે, અત્યારથી એટલે કે, આજે શનિવારે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. આજે ભવનાથમાં એક લાખ જેટલા પ્રવાસીઓ આવી જતા વન વિભાગ દરવાજા ખોલવા મજબૂર બન્યું હતું.  

ભીડ એટલી ઉમટી કે, બે દિવસ વહેલા ખોલવા પડ્યા ગિરનાર પરિક્રમાના દરવાજા

ગિરનાર/ગુજરાત : ગરવા ગિરનારમાં લીલી પરિક્રમાનો બે દિવસ બાદ એટલે કે 19 નવેમ્બરથી પ્રારંભ થયો છે. 19થી 23 નવેમ્બર સુધી યોજાનાર આ પરિક્રમા માટે ગિરનારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. શ્રદ્ધાળુઓને કારણે ગિરનારમાં હાલ જોવા જેવો નજારો બની ગયો છે. બે દિવસ પછી શરૂ થનારી પરિક્રમા માટે હાલ પરિસ્થિતિ એવી બની છે કે, અત્યારથી એટલે કે, આજે શનિવારે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. આજે ભવનાથમાં એક લાખ જેટલા પ્રવાસીઓ આવી જતા વન વિભાગ દરવાજા ખોલવા મજબૂર બન્યું હતું.  

પરિક્રમાર્થીથી ભવનાથ ઉભરાયું
ગિરનારના પરિક્રમા રૂટ પર 2 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા. હજુ સતત ભવનાથથી રૂપાયતન રસ્તા પર ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. વન વિભાગે રાત્રિના સમયે ઇટવા ગેટ ખોલવાની ફરજ પડી. હજુ પરિક્રમા શરૂ થવાને બે દીવસ બાકી છે ત્યારે ભાવિકો ઉમટી પડયા.

 

સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ એવી ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાની શરૂઆત દેવ ઉઠી અગિયારસ એટલેકે દેવ દિવાળીની મધ્ય રાત્રિથી થતી હોય છે. પરંતુ ઉતાવળિયા પ્રવાસીઓ વહેલા આવી જતા હોય છે. વન વિભાગે આ વખતે પરિક્રમાર્થીઓ માટે દરવાજા નહિ ખોલતા એક લાખ જેટલા યાત્રાળુઓએ ભવનાથમાં પડાવ નાખ્યો છે. જોકે પરિસ્થિતિ જોઈને વન વિભાગ દ્વારા આજે સવારે છ વાગ્યાથી પરિક્રમાનું પ્રવેશ ઇટવા દરવાજાને ખુલ્લા મૂકવામાં આવશે. વન વિભાગના જણાવ્યા અનુસાર, સાધુ સંતો અને અધિકારીઓની હાજરીમાં વિધિવત રીતે ગિરનાર જંગલના પ્રવેશ દ્વાર ખોલવામાં આવશે. 

પ્રાણીઓનું ધ્યાન રાખવામાં આવશે
જૂનાગઢ વન વિભાગના બી.કે.ખટાણાએ જણાવ્યું કે, ગિરનારના જંગલમાં 50 થી વધારે સિંહ તેમજ દીપડા અને અન્ય જંગલી પ્રાણીઓ દ્વારા યાત્રાળુઓને કોઈ નુકશાન ન થાય, તેમજ પ્રાણીઓને કોઈ કનડગત ન થાય તે માટે વન વિભાગે વધારાની ટ્રેકર્સ ટીમો પાળવી છે. તેમજ બીજા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સ્ટાફને બોલાવી ખાસ તૈયારીઓ કરી છે.

પ્લાસ્ટિક પર પ્રતિબંધ 
પરિક્રમા જંગલમાંથી પસાર થતી હોવાથી જંગ માં પ્લાસ્ટિક લઇ જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. કાયદો વ્‍યવસ્‍થા સુચારૂ જળવાઇ રહે, યાત્રિકોની સેવા સવલત માટે કામ કરતી સ્‍વયંસેવી સંસ્‍થાઓને સહાયભૂત બની રહેવા, તેમજ સ્‍વચ્છતા જળવાઇ રહે તે માટે લોકજાગૃતિ અને પર્યાવરણની જાળવણી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સેવાભાવી લોકો કુદરતી જંગલને નુકશાન નહિ કરવા અને પ્રદુષણ નહિ ફેલાવવા લોકોને અપીલ કરી રહ્યા છે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news