BIG BREAKING: વાવાઝોડાના કારણે GPSCની 19 જૂને લેવાનારી પરીક્ષા મોકૂફ, પરિપત્ર જાહેર
Cyclone Biparjoy: ગુજરાત જાહેર સેવા આયોગ - GPSC દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૨-૨૩, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-રની મુખ્ય પરીક્ષા (લેખિત) તા. ૧૯, ૨૧ અને ૨૩ જૂન ૨૦૨૩ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Trending Photos
Cyclone Biparjoy: બિપોરજોય વાવાઝોડાને લઈને સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. 19, 21 અને 23 જૂનનાં રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની પરીક્ષા (લેખિત) મોકૂફ રાખવામાં આવેલ છે. જ્યારે તા. 21 અને 23 જૂનનાં રોજ યોજાનાર પેપર 3, 4 અને 5 ની પરીક્ષા યથાવત રાખવામાં આવેલ છે. તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે.
Important Notice, Advt. No. 12/2022-23, Assistant Conservator of Forest, Class-2 regarding Postponement of the Paper-1 & Paper-2 only of the Mains Written Examination to be held on 19.06.2023. Other Papers (Paper-3, 4 & 5) will be taken as scheduled https://t.co/nEJlw17eqQ
— GPSC (@GPSC_OFFICIAL) June 15, 2023
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત જાહેર સેવા આયોગ - GPSC દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૨-૨૩, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-રની મુખ્ય પરીક્ષા (લેખિત) તા. ૧૯, ૨૧ અને ૨૩ જૂન ૨૦૨૩ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈ તા.૧૯ જૂન-૨૦૨૩ના રોજ યોજાનાર પરીક્ષા પેપર-૧ અને ર મોકૂફ રાખવામાં આવી છે.
જ્યારે તા.૨૧ અને તા.૨૩ જૂન ૨૦૨૩ના રોજની પરીક્ષા પેપર-૩, ૪ અને ૫ યથાવત રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે