તહેવારો પહેલા ગૃહિણીઓને મળ્યા ખુશીના સમાચાર, ફરી સિંગતેલના ભાવમાં ઘટાડો થયો

તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલા જ ગૃહિણીઓને સારા સમાચાર મળ્યા છે. તહેવારો આવતા જ ફરસાણ અને મીઠાઈ બનાવવું હવે તેમના માટે સસ્તુ બનશે. કારણ કે, સિંગતેલના ભાવમાં ડબ્બે 20 રૂપિયાનો ઘટાડો થયો છે. હજી ગત સપ્તાહમાં જ સિંગતેલના ડબ્બામાં 20 રૂપિયાનો ઘટાડો થયો હતો. 
તહેવારો પહેલા ગૃહિણીઓને મળ્યા ખુશીના સમાચાર, ફરી સિંગતેલના ભાવમાં ઘટાડો થયો

અમદાવાદ :તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલા જ ગૃહિણીઓને સારા સમાચાર મળ્યા છે. તહેવારો આવતા જ ફરસાણ અને મીઠાઈ બનાવવું હવે તેમના માટે સસ્તુ બનશે. કારણ કે, સિંગતેલના ભાવમાં ડબ્બે 20 રૂપિયાનો ઘટાડો થયો છે. હજી ગત સપ્તાહમાં જ સિંગતેલના ડબ્બામાં 20 રૂપિયાનો ઘટાડો થયો હતો. 

પામોલિન તેલના ભાવ ઘટતાં સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. આમ, જન્માષ્ટમી પૂર્વે ભાવઘટાડો થતાં લોકોને રાહત મળી છે. જૂન મહિનાના અંતમાં સીંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારે આ ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું. પરંતુ હવે ફરીથી ભાવ ઘટતા ગૃહિણીઓને હાશકારો થશે. 

10 દિવસમાં સીંગતેલમાં વધેલો ભાવ ઘટ્યો, જુઓ કેટલા રૂપિયાનો થયો ઘટાડો

નવસારી : લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવતા મહિલાને મૌલવીની મદદ લેવું ભારે પડ્યું

તો બીજી તરફ, જુલાઈ મહિનાથી નવેમ્બર સુધી વિવિધ તહેવારો આવતા હોય છે. ત્યારે મોટાભાગે તેલમાં તળેલી વાનગીઓ બનતી હોય છે. આવામાં જો તેલના ભાવમાં વધારો થાય તો ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે. ત્યારે જો સિંગતેલના ભાવમાં ઘટાડો થાય તો બજેટને અસર પણ નહિ થાય. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news