વિધાનસભાની વાતઃ દસાડા બેઠક પર કોણ દેખાડશે દમખમ? જાણો આ વખતે પુનરાવર્તન કે પરિવર્તન

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ સુરેન્દ્રનગરની દસાડા વિધાનસભા બેઠક પર 1990થી લઈને 2017 સુધી સાત વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં પાંચ વખત ભાજપે જીત મેળવી છે. જ્યારે બે વખત કોંગ્રેસે જીત મેળવી છે. આ વખતે બેઠક પર આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. અને જોરશોરથી પ્રચાર પણ કરી રહ્યું છે. એવામાં આ વખતે થનારી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે તે નક્કી છે.

વિધાનસભાની વાતઃ દસાડા બેઠક પર કોણ દેખાડશે દમખમ? જાણો આ વખતે પુનરાવર્તન કે પરિવર્તન

ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને બધા રાજકીય પક્ષો પોત-પોતાની રીતે જમીન તૈયાર કરવામાં લાગી ગઈ છે. ઉમેદવારોના નામની જાહેરાત પછી રાજકીય પાર્ટીઓ પ્રચાર-પ્રસાર પણ કરી રહી છે. તેની વચ્ચે અમે તમને બતાવીશું દસાડા બેઠકનું રાજકીય સમીકરણ. આ બેઠક SC માટે અનામત છે. અહીંયા અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ જ જીતતું આવે છે. જોકે આ વખતે આમ આદમી પાર્ટી પણ બેઠક પર હુંકાર ભરી રહી છે.

દસાડા બેઠકનો રાજકીય પરિચય:
સુરેન્દ્રનગરની દસાડા વિધાનસભા બેઠક પર 1990થી લઈને 2017 સુધી સાત વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં પાંચ વખત ભાજપે જીત મેળવી છે. જ્યારે બે વખત કોંગ્રેસે જીત મેળવી છે.

દસાડા બેઠક પર મતદારો:
દસાડા બેઠક પર કુલ 2 લાખ 37 હજાર  203 મતદારો છે. જેમાં 1 લાખ 24 હજાર 42 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 13 હજાર 42 મહિલા મતદારો છે.

દસાડા બેઠક પર જાતિગત સમીકરણ:
બેઠક પર તળપદા કોળી 11.6 ટકા, ચુવાળીયા કોળી 15.5 ટકા, દલિત 13.2 ટકા, પટેલ 10.47 ટકા, મુસ્લિમ 10.92 ટકા, માલધારી 6.77 ટકા અને રાજપૂત સમાજ 5.49 ટકા છે.

2017નું પરિણામ:
2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના નૌશાદ સોલંકીએ જીત મેળવી હતી. તેમણે ભાજપના સિનિયર નેતા અને સરકારમાં પૂર્વ મંત્રી રહેલા રમણલાલ વોરાને હરાવ્યા હતા. જોકે જીતનું અંતર માત્ર 3728 મતનું રહ્યું હતું.

વિધાનસભા ચૂંટણીમાં દસાડા બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર           પક્ષ

1962  પરિખ રસિકલાલ       કોંગ્રેસ
1967  સી સી પોપટલાલ       સ્વતંત્ર
1972  ઈન્દ્રસિંહ ઝાલા           કોંગ્રેસ
1975  રાઠોડ ભીમાભારી        IND
1980  ચાવડા શાંતાબેન        કોંગ્રેસ
1985  શ્રીમાળી ચંદ્રાબેન      કોંગ્રેસ
1990  ફકીરભાઈ વાધેલા        BJP
1995  ફકીરભાઈ વાધેલા        BJP
1998  ફકીરભાઈ વાધેલા        BJP
2002  મનહરલાલ મકવાણા   કોંગ્રેસ
2007  શુંભુપ્રસાદ ટુંડિયા       BJP
2012  પુનમભાઈ મકવાણા    BJP
2017  નૌશાદ સોલંકી         કોંગ્રેસ

 

 

બેઠકની સમસ્યાઓ:
આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે. પીવા માટે કે ખેતી માટે પાણી મળતું ન હોવાથી મતદારો નારાજ છે. આ ચૂંટણીમાં પાણીનો મુદ્દો ઘણો અસર  કરી શકે છે. સાથે જ અગરિયાઓ સહિત ગ્રામજનોને પ્રાથમિક સુવિધાનો પ્રશ્નો છે. આ સિવાય નીલગાય અને ઘુડખરનો ત્રાસ, રોડ-રસ્તા જેવા મુદ્દા ચૂંટણીમાં અસર કરશે તે નક્કી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news