વિધાનસભાની વાતઃ તળાજામાં ઉમેદવારોની સાથે-સાથે મતદારોમાં પણ તાલાવેલી, જાણો કેવા છે રાજકીય સમીકરણો
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ તળાજા ગુજરાતના પ્રસિદ્ધ સંત અને કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થાન છે. તે સૌરાષ્ટ્રના પૂર્વી કિનારા પર શેત્રુંજી અને તાળાજી નદીના કિનારે પર આવેલું છે. તળાજા તાલુકાનું મુખ્યાલય પણ છે. તળાજા સીટ પર કોળી સમુદાયના 68 હજાર મતદારોનો દબદબો છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજકીય પારો હાઈ છે. રાજકીય પક્ષો પોતાની અલગ-અલગ રણનીતિ બનાવી રહ્યા છે અને મતદારોને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેની વચ્ચે અમે તમને બતાવીશું ભાવનગર જિલ્લાની તળાજા વિધાનસભા બેઠકનું રાજકીય ગણિત.
તળાજા બેઠક વિશે જાણો:
તળાજા ગુજરાતના પ્રસિદ્ધ સંત કવિ અને ભક્ત નરસિંહ મહેતાનું જન્મસ્થાન છે. તે સૌરાષ્ટ્રના પૂર્વી કિનારા પર શેત્રુંજી અને તાળાજી નદીના કિનારે પર આવેલું છે. તળાજા તાલુકાનું મુખ્યાલય પણ છે. તળાજા સીટ પર કોળી સમુદાયના 68 હજાર મતદારોનો દબદબો છે. અને આ સીટ પર 30 હજાર બ્રાહ્મણ મતદારો છે. અહીંયા બ્રાહ્મણ મતદારોનું પણ વર્ચસ્વ છે.
તળાજા બેઠક પર મતદારો:
તળાજા બેઠક પર કોળી મતદારો અને બ્રાહ્મણ મતદારો સિવાય 14,000 ક્ષત્રિય મતદારો અને 20 હજાર યાદવ મતદારોનો પણ પ્રભાવ રહેલો છે. આ સીટને બીજેપીનો ગઢ માનવામાં આવે છે. આ જ કારણ છે કે 1995 પછી આ બેઠક પર બીજેપી અહીંયા એકપણ ચૂંટણી હારી ન હતી. પરંતુ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના કનુભાઈ મથુરાભાઈ બારૈયાએ જીત મેળવી હતી. અને ભાજપ પાસેથી બેઠક છીનવી લીધી હતી.
વિધાનસભા ચૂંટણીમાં તળાજાનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ વિજેતા પક્ષ
2002 શિવાભાઈ ગોહિલ ભાજપ
2007 ભાવના મકવાણા ભાજપ
2012 ભારતીબેન શિયાળ ભાજપ
2014 શિવાભાઈ ગોહિલ ભાજપ
(પેટાચૂંટણી)
2017 કનુભાઈ બારૈયા કોંગ્રેસ
વિસ્તારની શું છે સમસ્યા:
ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી જેમ આ વખતે ઓવરફ્લો થઈ ગયો છે. છતાં પણ આ વિસ્તાર લાંબા સમયથી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. તે સિવાય વરસાદી પાણી ભરાવાથી નાળામાં પાણીના નિકાલની વ્યવસ્થા પ્રમુખ છે. તે સિવાય ખેડૂતોની ફરિયાદ છે કે તેમના અનાજનો યોગ્ય ભાવ મળતો નથી. ત્યારે એ જોવાનું રહેશે કે કયો પક્ષ આ વિસ્તારના લોકોની સમસ્યાઓનો નિકાલ લાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે