રાજકોટમાં ફાટ્યો ઉમેદવારોનો રાફડો! એક-એક બેઠકો પર ઢગલાબંધ લોકોએ કેમ નોંધાવી ઉમેદવારી?

Gujarat Assembly Elections 2022: ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ કોને ટિકિટ મળશે અને કોનું પત્તું કપાશે એના પર સૌ કોઈની નજર હતી. ત્યારે રાજકોટમાં તો ઉમેદવારોનો રીતસર રાફડો ફાટ્યો હોય તેવા ઘાટ ઘઢાયા છે. રાજકોટ શહેર અને જિલ્લાની 8 વિધાનસભા બેઠક પર કુલ 170 ફોર્મ ભરાયા છે.

રાજકોટમાં ફાટ્યો ઉમેદવારોનો રાફડો! એક-એક બેઠકો પર ઢગલાબંધ લોકોએ કેમ નોંધાવી ઉમેદવારી?

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. પહેલાં તબક્કાની 89 બેઠકોના ઉમેદવારી ફોર્મ સોમવારે ભરાઈ ચૂક્યાં છે. જેમાં ઉડીને આંખે એવી એક વાત એ સામે આવી છેકે, આ વખતે સૌરાષ્ટ્રની બેઠકો પર ઉમેદવારી કરવા માટે જાણે રાફડ઼ો ફાટી નીકળ્યો છે. એમાંય સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં ઉમેદવારી માટે સૌથી વધારે ઉમેદવારો મેદાનમાં ઉતરી પડયાં હતાં. એક તરફ રાજકોટથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સરકારના મંત્રી રહી ચૂકેલાં ચહેરાઓ આ વખતે કપાયા છે. એટલે કે ભાજપે યેનકેન પ્રકારે તેમને ચૂંટણી ન લડવા માટે મનાવી લીધાં છે. ત્યારે બીજી તરફ રાજકોટમાંથી જ એક એક બેઠકો પર ઢગલાં બંધ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યાં છે. આ વસ્તુ રાજકોટમાં સ્થિતિ ઉકળતા ચરુ જેવી છે એ વાતની ચાડી ખાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારે રસાકસી વચ્ચે આજે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું પૂર્ણ થયું છે. રાજકોટ શહેર અને જિલ્લાની 8 વિધાનસભા બેઠક પર કુલ 170 જેટલા ફોર્મ ભરાયા છે. જેમાં રાજકોટ વિધાનસભા 68 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 28 ફોર્મ જ્યારે રાજકોટ વિધાનસભા 69 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 26 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત રાજકોટ વિધાનસભા 70 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 27 ફોર્મ જ્યારે રાજકોટ વિધાનસભા 71 પૂર્વ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 25 ફોર્મ ભરાયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્યની બેઠકો પર નજર કરીએ તો જસદણ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 17 ફોર્મ, ગોંડલ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 10 ફોર્મ, જેતપુર બેઠક પર અત્યાર સુધીમાં કુલ 16 ફોર્મ તથા ધોરાજી બેઠક પર અત્યાર સુધીમાં કુલ 21 ફોર્મ ભરાયા છે.

 

ઉલ્લેખનીય છેકે, ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news