ઉમિયાધામ હોય કે ખોડલધામ, મળીને સમાજને શક્તિશાળી બનાવીશું : ભુપેન્દ્ર પટેલ

Patidar Power in Gujarat : નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી ખબરો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સૌરાષ્ટ્રના સીદસર મા ઉમિયાના ચરણે પહોંચ્યા છે. 1.50 લાખ હિમોગ્લોબીન ગોળીથી તુલા કરાઈ

ઉમિયાધામ હોય કે ખોડલધામ, મળીને સમાજને શક્તિશાળી બનાવીશું : ભુપેન્દ્ર પટેલ

ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સૌરાષ્ટ્રમા મા ઉમિયાના ધામ સિદસરમા પહોંચ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિદસરના કાર્યક્રમમાં હાજરી મહત્વની ગણાય શકાય છે. સિદસરના મા ઉમિયા મંદિરના દશાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં હિમોગ્લોબિનની ગોળીઓથી સીએમની તુલા કરાઈ હતી. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિદસર ધામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઉમિયા માતાજીનાં દર્શન કર્યા હતા. સિદસરમાં 9થી 13 ફેબ્રુઆરી સુધી રજત જયંતી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આજે રજત જયંતી દશાબ્દી મહોત્સવ મુખ્યમંત્રી હાજરી આપવા પહોંચ્યા હતા. સીદસરમાં સીએમની હિમોગ્લોબિનની ગોળીથી તુલા કરાઈ હતી. CM ની 1.50 લાખ હિમોગ્લોબીન ગોળીથી તુલા કરાઈ હતી. તેના બાદ હિમોગ્લોબિનની ગોળી મહિલાઓમાં વિતરણ કરાશે. 

આ પ્રસંગે તેમણે કહ્યુ કે, સિદસર ઉમિયાધામના વિકાસ માટે રાજ્ય સરકારે 3 કરોડની ફાળવણી કરી છે. વધુ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી હોવાની મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં કહ્યુ. તેમણે કહ્યુ કે, ખેડૂત અને ખેતી સાથે સંકળાયેલો આ સમાજ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રાકૃતિક ખેતીની વાત કરી છે. દવાથી જો કોઈને તોલવામાં આવ્યા હોય તો હું પહેલો માણસ છું  રોગ વધવા પાછળનું કોઈ કારણ હોઈ તો રાસાયણિક ખાતરની ખેતી છે. પ્રાકૃતિક ખેતીથી ઉતપન્ન થતા અનાજ ખરીદી કરવા વાળો વર્ગ પણ ઉભો થઇ રહ્યો છે. આપણો સમાજ શક્તિશાળી છે અને સરકાર સાથે જોડાઈને વધુ શક્તિશાળી બનાવીશું. પછી ઉમિયાધામ હોઈ કે પછી ખોડલધામ હોઈ સાથે મળીને શક્તિશાળી બનાવીશું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમા કળશ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ રૂ.2000 કળશમાં દાન આપ્યું હતુ. આ પ્રસંગે કડવા પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ મૌલિક ઉકાણીએ કહ્ય હતુ કે, આપણું મંદિર સિદ્ધસ્થળ છે. જેનું સમય જતાં સિદસર થયું. આપણા સમાજને આત્મનિર્ભર કરવાનું કાર્ય કરવાનું છે. પાટીદાર પરિવાર દરેક ક્ષેત્રે અગ્રેસર છે. સમાજના વિકાસ થકી રાષ્ટ્રના વિકાસમાં જોડાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news