છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે? કોંગ્રેસનો ગુજરાત સરકારને સળગતો સવાલ

Khyati Hospital Scam : ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની પૂછપરછમાં ખુલાસો... પત્નીની સારવાર માટે અમદાવાદ આવ્યો હતો કાર્તિક પટેલ... દર્દીઓના પરિવારને સમાધાન માટે આપી હતી રૂપિયાની ઓફર... 

છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે? કોંગ્રેસનો ગુજરાત સરકારને સળગતો સવાલ

Ahmedabad News : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. ખ્યાતિ કાંડના આરોપીની ધરપકડ બાદ કોંગ્રેસે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યાં છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે સરકાર પર સવાલો કર્યા કે, ખ્યાતિ કાંડના આરોપી કાર્તિક પટેલનો વરઘોડો નીકળશે? કાર્તિક પટેલનો વરઘોડો કાઢવાની સરકારમાં હિમ્મત છે? પાયલનો વરઘોડો કાઢવા વાળી સરકાર કાર્તિકનો વરઘોડો કાઢશે? 

વડાપ્રધાન, મુખ્યમંત્રી, કેન્દ્રીય અને રાજ્યના ગૃહમંત્રીને ટેગ કરાયા
ગુજરાત સરકાર આરોપીઓનું સરઘસ કાઢવા મુદ્દે વગોવાઈ છે. તાજેતરમાં જ અમરેલીના લેટરકાંડમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે ચારેતરફથી સરકારની ટીકા થઈ હતી. ત્યારે હવે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર કટાક્ષ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી છે. અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા છે કે ખ્યાતિ કાંડના આરોપી કાર્તિક પટેલનો વરઘોડો નીકળશે? વડાપ્રધાન, મુખ્યમંત્રી, કેન્દ્રીય અને રાજ્યના ગૃહમંત્રીને ટેગ કરી પોસ્ટમાં સવાલ કરવામાં આવ્યો છે કે દીકરી પાયલનો બજારમાં વરઘોડો કાઢવા વાળી સરકારમાં કાર્તિક પટેલનો વરઘોડો કાઢવાની હિંમત? પૈસા માટે અનેક લોકોના જીવ લેનાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢવાની સરકારમાં હિંમત છે?

 

— Amit Chavda (@AmitChavdaINC) January 18, 2025

 

ખ્યાતિ હોસ્પિટલે 112 દર્દીઓનો જીવ લીધો 
તો બીજી તરફ, ખ્યાતિ કાંડમાં કાર્તિક પટેલની પૂછપરછમાં મસમોટા ખુલાસા થઈ રહ્યાં છે. કાર્તિક પત્નીની સારવાર માટે અમદાવાદ આવ્યો હતો. કાર્તિકની પત્ની વ્હીલચેરમાં બેસીને એરપોર્ટ આવી હતી. ત્યારે કાર્તિકની પત્નીના મેડિકલ રિપોર્ટ પણ પોલીસ તપાસશે. કાર્તિક ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ અને ન્યુઝીલેન્ડથી દુબઈ ગયો હતો. દુબઈમાં કાર્તિક પટેલ સંબંધીઓના ત્યાં રોકાયો હતો. પોલીસને કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઈલ મળ્યો છે. તપાસમાં સામે આવ્યું કે, આરોપી બોગસ પેઢી બનાવી રૂપિયાની હેરાફેરી કરતા હતા. દર્દીના સગાઓને સમાધાન માટે પૈસાની ઓફર કરાઈ હતી. ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓના મોત થયા હતા. આરોપીઓના સંપત્તિ બાબતે ED, IT પણ તપાસ કરી રહી છે. 

કાર્તિક પટેલની ક્રાઈમ કુંડળી
બનાવ બન્યો ત્યારે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા હતો. ત્યારે કાર્તિક પટેલની ક્રાઈમ કુંડળી સામે આવી છે. તેના કરિયરની શરૂઆતના સમયમાં 1985માં ઘરેથી વીડિયો લાઈબ્રેરી બનાવી કેસેટ ભાડે આપવાનું કામ કરતો હતો. 1987માં તેને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરુ કર્યો હતો. વર્ષ 2021 માં એશિયન બેરીયાટીક એન્ડ કોસ્મેટીક હોસ્પિટલમાં ભાગીદાર તરીકે જોડાયો હતો. પરંતું કોરોના દરમિયાન કાર્તિકને હોસ્પિટલ માટે જગ્યા ન મળતાં તેને હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો હતો. કાર્તિક પટેલ હોસ્પિટલના ચેરમેન તમામ નાણાકીય વ્યવહાર કાર્તિક પટેલના એકલાની સહીથી થતા હતા. આરોપી હોસ્પિટલના ડાયરેક્ટર્સ તથા મેનેજમેન્ટ સાથે તેમની one 42 આંબલી બોપલ રોડ ખાતેની ઓફિસ તથા હોસ્પિટલમાં મીટીંગ લેતો. આરોપી તેમની બીજી ફર્મમાંથી ખ્યાતિ હોસ્પિટલમાં અન-સિક્યોર્ડલોન આપી હોસ્પિટલમાં પોતાનું રોકાણ વધારતો. નરોડા ગેલેક્સી ચાર રસ્તા પાસે ગાયત્રી બિલ્ડર દ્વારા તૈયાર થઇ રહેલા નવા બિલ્ડીંગમાં મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો. 

કાંડ બાદ ક્યાંથી ક્યાં પહોંચ્યો કાર્તિક
પૂછપરછમા સામે આવ્યું કે, કાર્તિક પટેલ ૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ પત્ની સાથે ઓસ્ટ્રેલીયા અને ત્યાંથી ન્યુઝીલેન્ડ ગયો હતો. ૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ પત્ની સાથે અમદાવાદ અરપોર્ટ પરથી સીંગાપોર એરલાઇન્સમાં વાયા સીંગાપોર થઇ ઓસ્ટ્રેલિયાના સીડની ખાતે ગયો હતો. ત્યાં સાત દિવસ અલગ અલગ શહેર સીડની મલબોર્ન તથા અન્ય શહેરમાં રોકાયા હતા. 11 નવેમ્બર ૨૦૨૪ના રોજ આરોપી ન્યુઝીલેન્ડ જવા માટે નીકળ્યો હતો અને ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં રોકાયો હતો. ન્યુઝીલેન્ડથી દુબઇના વિઝા માટે ઓનલાઇન અરજી કરી ત્રણ માસના દુબઇના વિઝીટર વિઝા મેળવી ૧૮ નવેમ્બરે ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચથી દુબઈ ગયો હતો. તે દુબઈના કરામાં ખાતે રોકાયો હતો. 17 જાન્યુઆરી રાત્રે ફ્લાઇટમાં અમદાવાદ આવતાં તેની અરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news