કેવા નેતા કોંગ્રેસ છોડીને ભાજપના ખોળે બેસે છે? જગદીશ ઠાકોરે આપ્યું મોટું નિવેદન
Gujarat Congress : બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્તોની મુલાકાત લેતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર પક્ષપલટાનો આક્ષેપ મૂક્યો
Trending Photos
Banaskantha અલકેશ રાવ/બનાસકાંઠા : કોંગ્રેસના સિનિયર નેતાઓના ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડા પ્રભાવિત વિસ્તારની મુલાકાત શરૂ કરી છે. તેઓ વાવાઝોડાથી પ્રભાવિત પીડિતોની વ્યથા સાંભળશે. ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણી આજે બનાસકાંઠા અને પાટણમાં થયેલી અતિવૃષ્ટિમાં લોકોની મુલાકાતે હતા. ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા નેતાઓ વિશે મોટું નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ છોડી જતા લોકો મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદનમાં કહ્યું કે, કોંગ્રેસમાંથી ભાજપમા જવાના કારણો મારા કરતાં મીડિયા સારી રીતે જાણે છે. કોંગ્રેસ છોડી ગયા પછી એક મહિના બાદ શું પરિણામ આવે છે તે પણ જોયુ છે. પરંતું ભાજપમાં જઈને તેમની મહેચ્છા પૂરી થતી નથી. માત્ર ચૂંટણી પૂરતો જ તેમનો ઉપયોગ કરાય છે. ચૂંટણી પછી જે જે લોકો ગયા છે તેમની શુ દશા થાય છે તે પણ આપણે જોયું છે.
તેમણે કેવા લોકો કોંગ્રેસમાં જાય છે તે વિશે કહ્યું કે, બે થી ત્રણ પ્રકારના લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે. એક જેનું આર્થિક પાસુ હોય, બીજું જેની સામે સરકારમાં ગુનાઓ દાખલ થયા હોય. અને ત્રીજા એવા લોકો જેમણે રાજકીય બાર્ગેનિંગ કરવું પડતું હોય છે. આ ઉપરાંત જેમના ખોળે આખી જિલ્લાની કોંગ્રેસ રહી હોય તેવા લોકો પણ કોંગ્રેસ પાર્ટીને દગો અને વિશ્વાસઘાત કરીને ભાજપમાં જાય છે,
મંદિરમાં પૂજા કરવા આવેલી એક મહિલાએ નદી કિનારે ગાડી પાર્ક કરી અને અચાનક વધ્યો પાણીનો પ્રવાહ પછી જે થયું... જુઓ Video #Panchkula #hariyana #waterflow #viral #viralvideo #trendingnow #ZEE24KALAK pic.twitter.com/m9ZjuBNSPB
— Zee 24 Kalak (@Zee24Kalak) June 25, 2023
તેમણે કહ્યું કે, કોંગ્રેસમાંથી જનારા લોકોની ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઈચ્છા પૂરી થતી નથી, માત્ર ચૂંટણી પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી પત્યા પછી જે જે લોકો ગયા છે તેમને શું દશા થાય છે તે પણ જોયું છે. ભાજપ પાસે એવું કોઈ નેતૃત્વ જ નથી કે જે ગુજરાત કે દેશને સાચવી શકે એટલે જ બીજા પક્ષોને ધાક ધમકી આપી અને લાલચો, જે કંઈ આપવાનું હોય તે આપી પોતે મજબૂત થવાનો દાવો કરે છે.
જગદીશ ઠાકોરે ભાજપ વિશે કહ્યું કે, જે દિવસે ભાજપમાં રહેતો દાવાનળ ફૂટશે તે દિવસે ટાવરનો નટ અને બોલ્ટ શોધ્યો મળશે નહીં તેવી વિગતો ભાજપમાંથી બહાર આવી રહી છે.
પાનમ નદીમાં ટ્રકમાં ફસાયેલા વ્યક્તિનું 14 કલાક બાદ કરાયું રેક્સ્યું#rescue #ZEE24KalakOriginalVideo #help #rainfall pic.twitter.com/E4U8HUDjO1
— Zee 24 Kalak (@Zee24Kalak) June 25, 2023
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસંહ ગોહિલે નેતાઓની વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત ગોઠવી છે. તેમણે કહ્યું કે, વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાંથી અનેક ફરિયાદો મળી રહી છે. વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં કેશડોલ યોગ્ય રીતે ન મળવાની ફરિયાદો પણ આવી છે. વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં વૃક્ષોનું મોટાપાયે નિકંદન નીકળ્યું છે. પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ઘાસચારો નથી મળી રહ્યો. અનેક ગામમાં વીજ પુરવઠો હજી પણ પૂર્વવત થયો નથી. વીજળી પુરવઠો નહીં થતા પીવાના પાણીની તંગી પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે