જો ભાજપ અને મોદી ફરી સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી ચૂંટણી
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે.. કહ્યું, ગમે તે સમયે થશે બાકી ઉમેદવારોના નામની જાહેરાત.. તો આજથી શરૂ થશે પ્રચંડ પ્રચાર...
Trending Photos
Loksabha Election : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાજયસભાના સાંસદ મુકુલ વાસનિક આજે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજયની બાકી રહેલી ચાર બેઠકો માટે ઉમેદવારોના નામો નકકી કરવા મનોમંથન કરવામાં આવ્યું હતુ. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ પર પ્રહાર કર્યા છે. ભાજપ સામે મોટું નિવેદન આપતા તેમણે કહ્યું કે, જો ભાજપ અને મોદી ફરી સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભા ચુટંણી છે. ભાજપના શાસનમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો સાથે અન્યાય થયો છે. ભાજપના શાસનમાં ખેડૂતો આજે પણ આત્મહત્યા કરી રહ્યા છે. ભાજપ ફરી સત્તા પર આવશે તો હવે ચૂંટણી નહીં થાય. આ ચૂંટણી બંધારણને બચાવવા માટેની છે. કોંગ્રેસની ખરાબ સ્થિતિ એવી છે કે કેટલીક બેઠકો પર ઉમેદવાર જાહેર કરી શકી નથી.
ભારતનું બંધારણ તમામ લોકોને સમાન અધિકાર આપે છે
મુકુલ વાસનિકે પ્રેસ સંબોધનમાં કહ્યું કે, ચુટંણીની જાહેરાત પહેલાંજ દેશમાં બદલાવનુ વાતાવરણ જોવા મળ્યું છે. ૧૦ વર્ષ પહેલાં ગુજરાતના જ એક નેતાએ મહત્વ પુર્ણ જવાબદારી સ્વીકારી હતી. સમાજના દરેક વર્ગને લોભામણા વચનો આપ્યા હતા. આજે ૧૦ વર્ષના અંતે વચેનોને પુર્ણ કરવા કોઇ પ્રમાણીક પ્રયત્ન થયો નથી. યુવાનો, વેપારીઓ, ખેડૂતો અને મહિલાઓ સાથે અન્યાય થયો છે. અનેક ખેડૂતો આજે પણ આત્મહત્યા કરી રહ્યા છે. સમાજના તમામ વર્ગ જવા કે વંચિત વર્ગ પરેશાન વર્ગને પડતો મુકવામાં આવ્યો છે. સરકારના ૧૦ વર્ષ અંધકાર, અરાજકતા અન્યાય અને નફરત ફેલાવાઈ રહી છે. જો ફરી મોદી અને ભાજપ સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભા ચુંટણી હશે. ભારતનું બંધારણ તમામ લોકોને સમાન અધિકાર આપે છે. તેની સામે અનેક મુશ્કેલીઓ છે, બંધારણને બચાવવા માટેની આ ચૂંટણી છે. જો ભાજપ અને મોદી ફરી સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભા ચૂંટણી છે.
50 ટકાથી વધુ અનામત અંગે નિવેદન મુકુલ વાસનિકે નિવેદન આપતા કહ્યું કે, દેશની ૨૫ ટકા સંપતિ માત્ર ૧ ટકા વ્યક્તિ પાસે છે. તમામ સમાજને એક સમાન હક આપવામું કામ કોંગ્રેસ આપશે. સામાજિક રીતે પછાત લોકોની જેમ આર્થિક રીતે કમજોર સમાજને અમે તક આપીશું. સમાજમાં દ્વેષ ફેલાવવાનું કામ ભાજપ કરે છે. ગેરજવાબદારી ભર્યા નિવેદનો ભાજપના ઉપરથી લઇ નીચે સુધી સુધીના નેતાઓ આપતા રહ્યા છે. ગુજરાતમાં વાતાવરણ બદલાઇ ગયું છે. ગુજરાતથી મોટા પ્રમાણમાં કોંગ્રેસના સાંસદો ચૂંટાઈને દિલ્હી જશે.
આજે ગુજરાતનાં પ્રભારી અને રાજયસભાના સાંસદ મુકુલ વાસનિક આજે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ દ્વારા અલગ અલગ આઠ કમિટીની રચના કરવામાં આવી છે. આજે વાસનિકે કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને મીડિયા કોર્ડિનેટરો સાથે બેઠક યોજી હતી. તમામને ચૂંટણી સંદર્ભે નિવેદન આપવા માટે કંઈ કંઈ બાબતોનું ધ્યાન રાખવું તેની નકકર માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ સાથે પણ બેઠક યોજી હતી. જેમાં લોકસભાની જે ચાર બેઠકો માટે હજી ઉમેદવારો નકકી થયા નથી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે