મહારાષ્ટ્ર જતા પહેલા વિચારી લેજો... સાગબારા હાઈવે પર ટ્રકચાલકોએ દેકારો મચાવીને ઓડિયો વાયરલ કર્યો
Trending Photos
- મહારાષ્ટ્રથી ગુજરાત આવતા ટ્રકોને આજે રોકવામાં આવી હતી
- નર્મદાના રાજપીપળા પાસે આવેલા સાગબારા હાઈવે પર ટ્રકોની લાઈન લાગી
- કલાકો સુધી ટ્રકોને રોકવામાં આવતા ટ્રક માલિકો અને ટ્રાન્સ્પોટરોએ હોબાળો મચાવ્યો
જયેશ દોશી/ગૌરવ દવે/નર્મદા :કોરોનાનું સંક્રમણ વધતાં નર્મદામાં ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર તપાસ વધારવામાં આવી છે. બહારથી આવતા તમામ લોકોની સઘન તપાસ અને સ્ક્રિનિંગ કરવામાં આવે છે. નેગેટિવ રિપોર્ટ હોય તો જ પ્રવેશ આપવામાં આવે છે. ધનશેરા ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રથી આવતા તમામ વાહનોની સઘન તપાસ કરવામાં આવે છે. જેમાં 72 કલાક પહેલાનો RTPCR ટેસ્ટનો રિપોર્ટ હોય તો જ માન્ય રાખવામાં આવે છે. રિપોર્ટ બતાવ્યા બાદ બહારથી આવતા લોકોને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે. ચેકપોસ્ટ પર તપાસ માટે પોલીસ અને આરોગ્યની ટીમ 24 કલાક તૈનાત છે. સંક્રમણ ન વધે તેના માટે બહારથી આવતા તમામ લોકોની તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે. જોકે, મહારાષ્ટ્રથી ગુજરાત આવતા ટ્રકોને રોકવામાં આવતા ટ્રક ચાલકોએ ભારે હોબાળો કર્યો હતો.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ટ્રક ચાલકોએ પોતાના ઓડિયો વાયરલ કર્યો
મહારાષ્ટ્રથી ગુજરાત આવતા ટ્રકોને આજે રોકવામાં આવી હતી. નર્મદાના રાજપીપળા પાસે આવેલા સાગબારા હાઈવે પર ટ્રકોની લાઈન લાગી હોવાનો વીડિયો સામે આવ્યો છે. કલાકો સુધી ટ્રકોને રોકવામાં આવતા ટ્રક માલિકો અને ટ્રાન્સ્પોટરોએ હોબાળો મચાવ્યો હતો. કોમર્શિયલ ટ્રકોને રોકવામાં આવતા બબાલ થઈ હતી. કોરોના ટેસ્ટ કરવાનો હોવાથી કલાકો સુધી ઉભા રાખતા ટ્રક ચાલકો હેરાન-પરેશાન થયા હતા. જેથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ટ્રક ચાલકોએ પોતાના ઓડિયો વાયરલ કર્યો હતો. કોમર્શિયલ ટ્રકોને રોકવામાં આવતા ટ્રાન્સપોર્ટરોએ દેકારો મચાવ્યો હતો. તેઓએ ઓડિયો વાયરલ કરીને કહ્યું કે, મહારાષ્ટ્ર જતા પહેલા વિચારી લેજો.
આ પણ વાંચો : માસ્ક મુદ્દે સુરતની પ્રજા અસમંજસમાં, દંડ વસૂલશે કે નહિે તે ખબર નથી
મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું સઘન ચેકિંગ
વૈશ્વિક કોરોના મહામારીને અનુલક્ષીને પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારની સૂચના અને માર્ગદર્શિકા મુજબ નર્મદા જિલ્લા કલેક્ટરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા પોલીસ-આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાની સરહદે સાગબારા તાલુકાના ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું સઘન ચેકિંગ અને સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. 72 કલાક પહેલાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને ટેસ્ટમાં નેગેટિવ આવેલ હોય તેવી વ્યક્તિઓને જ ધનશેરા ચેકપોસ્ટથી ગુજરાતમાં પ્રવેશ આપવાનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. આ અંગે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નંદુરબારના કલેક્ટર અને ડીએસપીને પણ જાણકારી અપાઈ છે.
આ પણ વાંચો : પતિની પ્રેમિકા બીજી કોઈ નહિ, પણ સગા ફોઈની દીકરી નીકળી
RTPCR ટેસ્ટ 72 કલાકની અંદર જ માન્ય ગણાશે
નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમારે જણાવ્યું હતું કે, સાગબારા તાલુકાની ધનશેરા ખાતે આંતરરાજ્ય ચેકપોસ્ટ આવેલી છે. જ્યાં રાજ્ય સરકારની સૂચના મુજબ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું સઘન ચેકીંગ અને સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં 72 કલાક પહેલાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને ટેસ્ટમાં નેગેટિવ આવેલ હોય તેવી વ્યક્તિઓને પ્રવેશ અપાશે. પોલીસ અને આરોગ્યતંત્રની ટીમ 24 કલાક તૈનાત છે. નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને મહારાષ્ટ્રમાંથી આવેલ કોઇપણ વ્યક્તિ RTPCR ટેસ્ટ 72 કલાકની અંદર કરાયેલ હોય તો જ માન્ય ગણાશે અને જે વ્યક્તિઓએ RTPCR ટેસ્ટ કરાયેલ ન હોય તેવા લોકોને એન્ટ્રી આપવામાં આવશે નહિ. સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ પર જાહેરનામાની અમલવારી ચાલુ કરી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે