TOP 10 NEWS GUJARAT : શિક્ષણ માફિયાઓની ઉઘાડી લૂંટ : એક છાત્રના ઉઘરાવે છે 2200 રૂપિયા, સ્કૂલ છે કે ધંધો ખોલ્યો છે

Gujarat Schools Fee Hike : અમદાવાદની ખાનગી શાળાઓમાં ચાલતી ઉઘાડી લૂંટનો ZEE 24 કલાકે કર્યો પર્દાફાશ...બાપુનગરની સિલ્વર બેલ્સ સ્કૂલ ધોરણ 10ની પરીક્ષા ફોર્મના 380ના બદલે પડાવી રહી છે 2200 રૂપિયા...બેફામ લૂંટ મચાવતી સિલ્વર સ્કૂલ સામે શિક્ષણ વિભાગ લાચાર....

TOP 10 NEWS GUJARAT : શિક્ષણ માફિયાઓની ઉઘાડી લૂંટ : એક છાત્રના ઉઘરાવે છે 2200 રૂપિયા, સ્કૂલ છે કે ધંધો ખોલ્યો છે

Gujarat Education સપના શર્મા/અમદાવાદ : અમદાવાદની શાળાઓમાં ચાલતી ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયો છે. શિક્ષણ બોર્ડના પરિપત્ર બાદ પણ સ્કૂલો ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. અમદાવાદની બાપુનગરની સિલ્વર બેલ્સ સ્કૂલની ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયો છે. ZEE 24 કલાકના સ્ટિંગ ઓપરેશનમાં  પર્દાફાશ થયો છે. જેમાં ધોરણ 10ની પરીક્ષા ફોર્મના 380 રૂપિયા હોવા છતા 2200 રૂપિયા વસૂલી રહી છે. સ્કૂલ બોર્ડ પરીક્ષા ફોર્મના 380 રૂપિયા નક્કી કર્યા છે. છતાં સ્કૂલો કોમ્પ્યુટર, રાઉન્ડ ટેસ્ટનું કહીને વાલીઓ પાસેથી 2200 રૂપિયા વસૂલવામાં આવ્યા છે. માત્ર મૌખિખ સૂચના આપી બોર્ડના ફોર્મ સાથે આ શાળા ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહી છે. આ ફોર્મમાં કોમ્પ્યુટર, રાઉન્ડ ટેસ્ટની ફીનો કોઈ ઉલ્લેખ નથી. 

શિક્ષણ બોર્ડે વિદ્યાર્થિનીઓને ફીમાં માફી આપી હોવા છતા શાળાઓ આ રીતે લૂંટ ચલાવી રહી છે. વિદ્યાર્થિનીઓ પાસેથી પણ બોર્ડના ફોર્મના નામે 2200 રૂપિયા ઉઘરાવી રહી છે. ZEE 24 કલાકેના રિયાલિટી ચેકમાં સિલ્વર બેલ સ્કૂલનો પર્દફાશ થયો છે. સિલ્વર બેલ સ્કૂલના શિક્ષકે કહ્યું ખાનગી શાળા છે એટલે ફી લઈએ છીએ.

ત્યારે સવાલ એ થાય છે આ શિક્ષણ માફિયાઓ ક્યાં સુધી આવી રીતે ઉઘાડી લૂંટ ચલાવતા રહેશે...શિક્ષણ બોર્ડે 380 રૂપિયા ફી નક્કી કરી છે તો પછી આમને 2200 રૂપિયા ઉઘરાવવાની સત્તા કોણે આપી...ક્યાં સુધી શિક્ષણના નામે આ ઉઘાડી લૂંટનો ધંધો ચાલતો રહેશે...ક્યારે થશે આવા શિક્ષણ માફિયાઓ પર કાર્યવાહી....ક્યાં સુધી વિદ્યાર્થીઓ ફીના નામે લૂંટાતા રહેશે..કેમ તંત્રની આ જાહેરમાં ચાલતી લૂંટ નથી દેખાતી....સિલ્વર બેલ્સ સ્કૂલ સામે ક્યારે થશે કાર્યવાહી....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news