Gujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો
સવારના સમયે પોરબંદરના બરડા પંથકના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.બપોર સુધી પોરબંદરમાં ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ પોરબંદર શહેરમાં તથા કુતિયાણાના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.પોરબંદરમા બપોરના 12થી 2 વાગ્યા દરમિયાન ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
Trending Photos
Gujarat Monsoon 2024: પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારના સમયે પોરબંદરના બરડા પંથકના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.બપોર સુધી પોરબંદરમાં ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ પોરબંદર શહેરમાં તથા કુતિયાણાના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.પોરબંદરમા બપોરના 12થી 2 વાગ્યા દરમિયાન ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ખેડૂતોને પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરુ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં જિલ્લામા તાલુકા વાઇઝ વરસાદની વાત કરીએ તો પોરબંદરમાં 3 ઇંચ, રાણાવાવ 1 ઇંચ તથા કુતિયાણામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બરડા પંથકના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બરડા વિસ્તારના ભોમીયાવદર ગામે અનારાધાર વરસાદ વરસતા રસ્તા પર તથા ગામના તળાવમાં પાણીનો પ્રંચડ પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો. ભોમીયાવદર ગામનુ તળાવ ઓવરફલો થતા ગામના ખેડૂતોએ નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. શ્રીફળ વધેરી અને અગરબત્તી કરી ગ્રામજનોએ નવા નીરને વધાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે