અમેરિકાની સૌથી મોટી કંપનીનો પ્લાન્ટ અમદાવાદમાં! ગુજરાતીઓને મળશે ઉંચા પગારવાળી નોકરી

અમદાવાદ આવી અમેરિકાની ટોપ કંપની! PM મોદીના કહેવાથી દુનિયાની સૌથી મોટી કંપની અમદાવાદમાં નાંખશે પ્લાન, ઢગલાબંધ ગુજરાતીઓને મળશે ઉંચા પગારવાળી નોકરીની તક.

અમેરિકાની સૌથી મોટી કંપનીનો પ્લાન્ટ અમદાવાદમાં! ગુજરાતીઓને મળશે ઉંચા પગારવાળી નોકરી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ટેસ્લા કાર પ્લાન્ટ નાંખે તે માટે તામિલનાડુ, તેલંગણા અને મહારાષ્ટ્ર વચ્ચે ખેંચતાણ જામી ત્યારે ગુજરાતે બાજી મારી. ઉદ્યોગ વિભાગના અધિકારીઓએ સાણંદમાં ધામા નાંખ્યા, ટાટા, માઈક્રોન બાદ ટેસ્લાનું પણ ગુજરાતમાં આગમન નક્કી માનવામાં આવે છે. આ સાથે જ હવે વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લોએ ભારતમાં કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ નાંખવા લગગભ મન બનાવી લીધુ છે. જેના શ્રીગણેશ ગુજરાતની ધરતીથી અને એ પણ આપણાં અમદાવાદ જિલ્લાની જમીનથી થશે. PM મોદીના કહેવાથી દુનિયાની સૌથી મોટી કંપની અમદાવાદમાં નાંખશે પ્લાન. સાણંદ નજીક ઈલેકટ્રીક કારના પ્લાન સ્થાપશે ટેસ્લા, જમીન પસંદગીનો ધમધમાટ શરૂ. ટેસ્લા કાર કંપની પોતાના ઈવી પ્લાનનું અમદાવાદમાં ઓપનિંગ કરશે. અમદાવાદમાં બેઠાંબેઠાં થશે અમેરિકાની કંપનીમાં નોકરી! ગુજરાત આવી રહી છે વિશ્વની સૌથી મોટી કંપની. ટેસ્લા અને ટ્વીટર સહિત અનેક મોટી કંપનીઓના માલિક એલોન મસ્ક પ્રધાનમંત્રી મોદીના ખુબ મોટા ચાહક છે.

ગુજરાતમાં અમેરિકાની કંપનીમાં કામ કરવાનો મોકોઃ
ફરી એકવાર ઉભી થશે ઢગલાબંધ નોકરીઓ અને રોજગારની તકો. યુવાઓ તૈયાર રહેજો, આ વખતે પહેલાં જેવું નહીં થાય. આ તો અમેરિકાની અને વર્લ્ડની સૌથી ટોપ કંપની છે, જો ટેસ્લામાં નોકરી મળી તો લાફઈ બની ગઈ સમજો. અધિકારિક સૂત્રોના મતે, ટેસ્લા ગુજરાતમાં સાણંદ નજીક કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરૂ કરે તેવી શક્યતા છે. જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટેસ્લા સાથે (એમઓયુ થઈ શકે છે. આમ, વિશ્વના ધનિક વ્યક્તિ ગણાતાં એલોન મસ્ક ભારતમાં ઇવી કાર પ્રોજેક્ટ માટે ગુજરાત પર પસંદગીનો કળશ ઢોળ્યો જૈના પગલે ગુજરાત રાજ ઉદ્યોગ રાજયના વિભાગે ટેસ્લા પ્રોજેક્ટ માટે સાણંદ નજીક જમીન ફાળવણીની તૈયારીઓ આદરી છે.

અન્ય રાજ્યોને પાછળ ધકેલી ગુજરાતે બાજી મારીઃ
ખુદ ટેસ્લા કંપનીએ એ વાત કરી હતીકે, ટેસ્લા ભારતમાં ઈવી કાર ઉપરાંત બેટરીનું મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરૂ કરવા ઇચ્છુક છે ત્યારે વર્ષ ૨૦૨૩નો અંત સુધીમાં ભારતમાં ઈવી કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનું સ્થળની પસંદગી કરી લેશે.મહારાષ્ટ્ર, તામિલનાડુ અને તેલગાંના સહિત અન્ય રાજય ટેસ્લાને સ્કીમ-સહાય આપવાના બહાને આકર્ષવા માટે મથામણ કરી રહ્યાં છે. આ ઉપરાંત ટેસ્લા ઈવી કાર મેન્યુફ્રેક્ચરીંગ પ્લાન્ટ શરૂ કરી પોતાના રાજ્યમાં રોકાણ કરે તે માટે વિવિધ રાજયો વચ્ચે ખેંચતાણ જામી છે. ત્યારે આખરે ગુજરાતે બાજી મારી છે.

આખરે એલન મસ્કની ગુજરાત પર નજર ઠરીઃ
ટેસ્લા સાણંદ નજીક EVકારનો પ્લાન્ટ સ્થાપશે, જમીન પસંદગીનો ધમધમાટ શરૂ. સૂત્રોના મતે, આખરે એલન મસ્કે ટેસ્લા કાર મેન્યુફેકચરીંગ કાર પ્રોજેક્ટ માટે ગુજરાતની પસંદગી કરી લીધી છે. ટેસ્લા કાર પ્લાન્ટ નાંખે તે માટે તામિલનાડુ, તેલંગણા મહારાષ્ટ્ર વચ્ચે ખેંચતાણ જામી ત્યારે ગુજરાતે બાજી મારી લીધી છે.

ટેસ્લાને ગુજરાત લાવવામાં PM મોદીની મોટી ભૂમિકાઃ
ટેસ્લા ગુજરાતમાં ઈવી કાર મેન્યુફેક્ચરીંગયુનિટ શરૂ કરે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લી ઘડીના પ્રયાસો હાથ ધર્યા હતાં તેમાં સફળતા સાંપડી છે. અધિકારિક સૂત્રોના મતે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટેસ્લા કાર જ આકર્ષણનું કેન્દ્ર હશે. હવે જયારે ટેસ્લાએ કાર પ્લાન્ટ પર ગુજરાતની પસંદગી કરી છે ત્યારે રાજ્યના ઉદ્યોગ વિભાગે ટેસ્લાને જમીન ક્યાં ફાળવી શકાય કરે તે માટે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ફાળવવી તે અંગેનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઉલ્લેખનીય છેકે, અગાઉ પણ જયારે ટેસ્લાએ જયારે પ્લાન્ટ માટે જગ્યાની શોધખોળ શરૂ કરી ત્યારે પણ ગુજરાતમાં કંડલા-મુંદ્રા પોર્ટ ખાતે જગ્યા આપવા છે. ઉદ્યોગ વિભાગના અધિકારીઓ સાણંદ નજીક જગ્યા ફાળવવા માં જમીનોનું નિરીક્ષણ કર્યુ છે. ટાટા પ્રોજેક્ટ બાદ સેમિકનકટર પ્રોજેક્ટ માં વિશ્વની ટોપની માઈક્રોન કંપનીને પ ચિપ્સ માટે સાણંદ નજીક જ જમીન ફાળ દેવામાં આવી છે. સેમિકન્ડક્ટર પ્રોજે શરૂ થઈ ચૂક્યો છે. હવે ટેસ્લા કાર પ્રોજ પર્વ સાણંદ નજીક શરૂ થાય વ તે જોતાં વિસ્તાર ઔદ્યોગિક દ્રષ્ટિએ વધુ વિકટ થશે તે નક્કી છે. આ વખતે વાઈલ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ વિશ્વની મોટી કંપનીઓ ગુજરાતમાં રોક પૂરજોશમાં પ્રયત્નો કરવા આવી રહ્યા છે જેમાં ટેસ્લા કારનું આગ એ ગુજરાત માટે મોટી સિખી સમાન છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news