સરકારી નોકરીની મોટી તક: આ વિભાગમાં ઝડપથી ભરતી કરવાની ગુજરાત સરકારની જાહેરાત
Government Job: વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર ગુજરાતમાં અનેક જગ્યાઓ ખાલી પડેલી છે. આ ખાલી પડેલી જગ્યાઓમાં સરકાર ભરતી કરીને સત્વરે નવા માણસોની નિમણૂક કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાતમાં સંખ્યાબંધ યુવાનો બેરોજગાર હોવાનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે આવા યુવાનોએ પણ હંમેશા સરકારી ભરતીઓ માટે પોતાની તૈયારીઓ રાખવી જોઈએ. જેથી સરકારી નોકરીઓની જાહેરાત બાદ તેમાં ભરતી માટે તમે પુરતી તૈયારીઓ કરેલી હશે તો તમારો ચાન્સ પહેલો લાગશે. શિક્ષણ વિભાગમાં આવી રહી છે આવી જ એક મોટી ભરતી. ગુજરાતના શિક્ષણ મંત્રીએ કરી ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ સત્વરે ભરાશે.
શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક તાજેતરમાં મળી છે.અને એ મુજબ નિયમોનુસાર બઢતી અને સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે.
વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -૧-૨ ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ડીંડોરે જણાવ્યું કે, રાજ્યમાં 31-12-2023ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ ની 1122 જગ્યાઓ મંજુર થયેલી છે જે પૈકી 649 જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની 473 જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીથી ભરવાની થતી હોઈ નિયમોનુસાર કાર્યવાહી કરીને બનતી ત્વરાએ આ કાર્યવાહી પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે