Photos: ગુજરાતને વિશ્વ ફલક પર અગ્રેસર લાવી દેશે આ પ્રોજેક્ટ્સ! દુનિયા જોતી રહી જશે....ખાસ જાણો તેના વિશે
Gujarat News: આવનારા સમયમાં ગુજરાતમાં એવા એવા પ્રોજેક્ટ્સના અનાવરણ થવાની શક્યતા છે જે ગુજરાતના વિકાસને ચાર ચાંદ લગાવી દેશે. આ પ્રોજેક્ટ્સ ગુજરાત માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રગતિમાં હરણફાળ ભરશે
Trending Photos
આવનારા સમયમાં ગુજરાતમાં એવા એવા પ્રોજેક્ટ્સના અનાવરણ થવાની શક્યતા છે જે ગુજરાતના વિકાસને ચાર ચાંદ લગાવી દેશે. આ પ્રોજેક્ટ્સ ગુજરાત માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રગતિમાં હરણફાળ ભરશે. ગુજરાતના વિકાસને રોકેટ ગતિથી આગળ વધારનારા આ પ્રોજેક્ટ્સ વિશે ખાસ જાણો.
ઓખા-બેટ દ્વારકા સી બ્રિજ (Okha-Beyt Dwarka Sea Bridge)
આ ઓખા-બેટ દ્વારકાને જોડનારો સિગ્નેચર બ્રિજ એ ગુજરાતના ઐતિહાસક અને પ્રવાસનની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ છે. જે કહેવાય છે કે પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ છે. આ ઓખા બેટ દ્વારકા સી બ્રિજને સિગ્નેચર બ્રિજ નામ અપાયુ છે. આ બ્રિજ બનાવવા પાછળનું કારણ પણ એ છે કારણકે લોકોને જ્યારે બેટ દ્વારકા જવું હોય તો ફેરી બોટમાં જ જવું પડતું હતું. પ્રવાસની સમસ્યાઓને ઘટાડવા અને સુવિધાયુક્ત પરિવહન મળી રહે તે હેતુથી આ બ્રિજન બનાવવા માટે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. અંદાજે 978 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઈના આ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે. દરિયાઈ બાર્જ ક્રેનથી 38 પિલર ઉભા કરાયા છે. માર્ચ 2018માં કામગીરી શરૂ થઈ અને અત્યાર સુધીમાં 92 ટકા ભૌતિક કામગીરી પૂરી કરાઈ છે.
બ્રિજની કેટલીક ખાસિયતો
બ્રિજની લંબાઈ 2320 મીટર હશે જ્યારે 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ હશે. ઓખા અને બેટદ્વારકા બંને બાજુ થઈને 2452 મીટર જેટલો એપ્રોચ રોડ બનાવવામાં આવશે. બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે જે ભારતમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે. વાહનો પાર્ક કરવા માટે ઓખા બાજુ પાર્કિંગ બનાવવામાં આવશે. બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઉંચાઈ ધરાવતા બે પાયલોન છે. ફોર લેન બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે. જેમાં બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવશે. ફૂટપાથ પર લગાવવામાં આવેલા સોલાર પેનલથી 1 મેગાવોટ વીજળી ઉત્પાદન થશે. જેનો ઉપયોગ બ્રિજ પરની લાઈટિંગ માટે કરાશે. વધારાની વીજળી ઓખા ગામને પૂરી પડાશે. 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યૂ ગેલેરી રખાશે. રાત્રિ દરમિયાન ડેકોરેટીવ લાઈટિંગની પણ વ્યવસ્થા કરાશે.
સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse)
સુરતના ડાયમંડ બુર્સ વિશે તો આજે આખા વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આ ડાયમંડ બુર્સ અંદાજિત રૂપિયા 3400 કરોડના ખર્ચે સુરતના જ ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર ત રીકે ખ્યાતિ પામેલું છે. આ ડાયમંડ બુર્સના ઉદ્ધાટન માટે તારીખ 17 ડિસેમ્બર નક્કી કરાઈ છે. પીએમ મોદીના હસ્તે આ ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરવામાં આવશે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંનો એક આ પ્રોજેક્ટ છે.
અમેરિકાના પેન્ટાગોનને પણ આપે છે માત!
સુરત ડાયમંડ બુર્સનું ક્ષેત્રફળ જોઈએ તો લગભગ 68 લાખ ચોરસફૂટ છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધીમાં અમેરિકાના રક્ષા કાર્યાલય પેન્ટાગોનનું બિલ્ડિંગ દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ કહેવાય છે. જે 67 લાખ ચોરસફૂટ જમીનમાં બનાવવામાં આવ્યું છે. જ્યારે ડાયમંડ બુર્સ 68 લાખ ચોરસફૂટમાં બનાવવામાં આવ્યું છે. હીરાના ધંધા માટે આ બુર્સ બનાવવામાં આવેલું છે. જેમાં સુરક્ષા માટે કુલ 4000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ બુર્સમાં કુલ 4200 ઓફિસ છે. 4500 ફોર વ્હીલર અને 10 હજાર ટુ વ્હીલર માટે વિશાળ પાર્કિંગ છે. ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ હીરાના વેપારીઓને ધંધા અર્થે સરળતા રહેશે.
તેની વિશેષતા હશે મુખ્ય એન્ટ્રન્સ...જે માત્ર પ્રવેશદ્વાર જ નહીં પરંતુ મલ્ટીપર્પઝ માટે ઉપયોગમાં લેવાશે. ગેટ પર વિશાળ પહોળાઈમાં સ્કાયપેકનો વપરાશ ફૂડ કોર્ટ, કેફે એરિયા, ટેલિસ્કોપ પોઈન્ટ, સુરતની ઐતિહાસિક ઝાંખી દર્શાવતો ડિસપ્લે, સીટિંગ એરિયા વગેરે માટે થયો છે. સ્કાયડેકનો આકાર ડાયમંડ જ્વેલરીના રિંગ સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યો છે. અહીંથી મુલાકાત લેનારાઓ ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સ બિલ્ડિંગ જોઈ શકશે.
In the coming months, Gujarat anticipates the unveiling of several significant projects, including the Okha-Beyt Dwarka Sea Bridge, the Surat Diamond Bourse, the AIIMS Rajkot healthcare facility, and the Sabarmati Multi-modal Transport Hub, marking substantial advancements in… pic.twitter.com/p1uMwfQxYH
— Harsh Sanghavi (@sanghaviharsh) November 16, 2023
એમ્સ રાજકોટ (AIIMS Rajkot healthcare facility)
ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે આ અતિ મહત્વનો પ્રોજેક્ટ છે. થોડા સમય પહલા જ્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ તૈયાર થઈ રહેલી એમ્સની મુલાકાત લીધી હતી ત્યારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે 2014માં મોદીજીએ દરેક રાજ્યમાં એક એમ્સ બને તેવો સંકલ્પ કર્યો હતો. હાલ દેશભરમાં 16 એમ્સનું કામ ચાલુ છે. રાજકોટમાં પણ એમ્સનું કામ ઘણું ઘરું પૂરું થયું છે. જો કે આ નવનિર્માણ પામી રહેલી એમ્સ હોસ્પિટલમાં ઓપીડી શરૂ થઈ ગઈ છે.
રાજકોટ એમ્સ ફૂલ ફ્લેજમાં કાર્યરત થતા આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓએ હવે ગુજરાત બહાર જવું પડશે નહીં. તમામ સુવિધાઓ એમ્સ હોસ્પિટલમાં જ મળી રહેશે. અત્રે જણાવવાનું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનો અતિ મહત્વનો વિસ્તાર ગણવામાં આવે છે. આ 750 બેડની હોસ્પિટલ હશે જે મલ્ટી સ્પેશિયાલીટીવાળી હશે, તદઉપરાંત સુપરસ્પેશિયાલીટી ડિપાર્ટમેન્ટ્સ પણ હશે. પ્રોજેક્ટ હેઠળ બાંધકામ ખર્ચ અંદાજિત 1195 કરોડ રૂપિયા છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 201 એકર જમીન ફાળવેલી છે. પીએમ મોદી એમ્સનું ઉદ્ધાટન કરે તેવી શક્યતા છે.
સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ (Sabarmati Multi-modal Transport Hub)
સાબરમતી HSR સ્ટેશન સાબરમતીના બે ભારતીય રેલ્વે સ્ટેશનો (SBI અને SBT) વચ્ચેના રેલ્વે યાર્ડમાં આવેલું છે, બે મેટ્રો સ્ટેશન અને BRTS સ્ટોપની નજીક છે.સાબરમતી HSR એ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું ટર્મિનલ સ્ટેશન છે, NHSRCL તેને પ્રદેશમાં મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવાની યોજના ધરાવે છે જે HSR લાઇનને ભારતીય રેલ્વે, મેટ્રો સ્ટેશન અને બસ રેપિડ ટ્રાન્ઝિટ (BRT) સાથે જોડશે. .સિસ્ટમ, સરળ પરિવહન માટે ટૂંકી ચાલમાં સ્થિત છે. ચએસઆર સ્ટેશનની આસપાસના વિવિધ ટ્રાન્સપોર્ટ મોડ્સ વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી અને એકીકરણ પ્રદાન કરવા માટે, સાબરમતી એચએસઆર સ્ટેશનની પૂર્વ બાજુએ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બિલ્ડિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ત્રણ ફૂટ ઓવરબ્રિજ (એફઓબી) છે જે પ્રવાસીઓથી સજ્જ હશે. આ FOB હબ બિલ્ડિંગને સાબરમતી એચએસઆર સ્ટેશન, સાબરમતી રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને BRTS સ્ટેન્ડ બંને સાથે જોડશે.
સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બિલ્ડિંગની વિશેષ વિશેષતાઓ:
- હબ બિલ્ડીંગ એક જોડિયા માળખા તરીકે બાંધવામાં આવી રહી છે, જેમાં ઓફિસો, કોમર્શિયલ ડેવલપમેન્ટ અને મુસાફરો માટે રિટેલ આઉટલેટ માટે જગ્યા નિર્ધારિત કરવામાં આવી છે. હબ બિલ્ડીંગ HSR સ્ટેશન, બંને બાજુના વેસ્ટર્ન રેલ્વે સ્ટેશનો, મેટ્રો સ્ટેશન અને BRTSને FOB દ્વારા કનેક્ટિવિટી પૂરી પાડે છે. FOB ની વિગતો નીચે મુજબ છે.
- હબ બિલ્ડીંગમાં સરળતાથી પહોંચવા માટે, ખાનગી કાર, ટેક્સી, બસ, ઓટો, ટુ વ્હીલર માટે પૂરતી પાર્કિંગ જગ્યા સાથે સમર્પિત પિક અપ અને ડ્રોપ ઓફ બે બનાવવામાં આવ્યા છે. આ એચએસઆર સ્ટેશનની ત્રિજ્યામાં મુસાફરોની સરળ અવરજવર અને ટ્રાફિકને સુનિશ્ચિત કરશે. હબ બિલ્ડિંગમાં મુસાફરો, છૂટક અને રેસ્ટોરાં માટે રાહ જોવાના વિસ્તારો જેવી અન્ય સુવિધાઓ સાથે સમર્પિત કોન્કોર્સ ફ્લોર (ત્રીજા માળના સ્તરે) છે.
- કોન્કોર્સ ફ્લોરની ઉપર બિલ્ડિંગ બ્લોક્સ બે અલગ-અલગ બ્લોક્સ A અને Bમાં બે સ્તરો પર એકબીજા સાથે જોડાયેલા ટેરેસ સાથે વિભાજિત છે. બ્લોક Aમાં ભાવિ ઓફિસ સ્પેસ માટે આરક્ષિત કોન્કોર્સ ઉપર 6 માળ છે. બ્લોક બીમાં 4 માળનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હોટેલની સુવિધાઓ સાથે મીટિંગ રૂમ, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સ રૂમ, સ્વિમિંગ પૂલ, રેસ્ટોરન્ટ વગેરે છે. ભારતીય રેલ્વે અને HSR વચ્ચે મુસાફરોના આદાનપ્રદાન માટે હબ કોન્કોર્સમાં ભારતીય રેલ્વે માટે ટિકિટ કાઉન્ટર પ્રદાન કરવામાં આવશે.
- દાંડી માર્ચ મ્યુરલ -સાબરમતીના ઐતિહાસિક સંદર્ભને માન આપવા માટે, બિલ્ડીંગના દક્ષિણ તરફના ભાગમાં પ્રખ્યાત દાંડી માર્ચ ચળવળને દર્શાવતું એક વિશાળ સ્ટેનલેસ સ્ટીલ ભીંતચિત્ર ઊભું કરવામાં આવ્યું છે.
- ગ્રીન બિલ્ડીંગની વિશેષતાઓ-હબને વિવિધ ગ્રીન બિલ્ડિંગ ફીચર્સ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આમાં છત પર સોલાર પેનલની જોગવાઈ, વિશાળ લેન્ડસ્કેપ ટેરેસ અને બગીચા, ઉર્જા કાર્યક્ષમ એર કન્ડીશનીંગ અને લાઇટિંગ ફિક્સર સાથે કાર્યક્ષમ પાણીના ફિક્સરનો સમાવેશ થાય છે. સમગ્ર બિલ્ડિંગના મોટાભાગના વિસ્તારોમાં પૂરતો કુદરતી પ્રકાશ અને આસપાસના દૃશ્યો છે. (માહિતી સાભાર- NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED વેબસાઈટ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે