જામનગરથી 6 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ઈન્ડિયન નેવી ઇન્ટેલિજન્સ અને NCBએ સંયુક્ત ઓપરેશન

જામનગરમાં ઇન્ડિયન નેવી ઇન્ટેલિજન્સ અને એનસીબી દ્વારા સયુંક્ત ઓપેરશન હાથ ધરવામાં આવ્યું હતું અને સેક્શન રોડ પરથી 10 કિલો ડ્રગ્સ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે ત્રણ શખ્સોની સંડોવણી ખુલતા એ ત્રણ શખ્સોની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • ગુજરાતમાંથી ફરી ઝડપાયો ડ્ગ્સનો જથ્થો

  • શંકાસ્પદ હાલતમાં એક શખ્સ મળી આવ્યો

    પૂછપરછમાં ત્રણની સંડોવણી બહાર આવી

    નેવી ઇન્ટેલિજન્સ અને NCBએ સંયુક્ત ઓપરેશન

Trending Photos

જામનગરથી 6 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ઈન્ડિયન નેવી ઇન્ટેલિજન્સ અને NCBએ સંયુક્ત ઓપરેશન

મુસ્તાક દલ, જામનગરઃ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા સતત બહારથી ડ્ગ્સનો જથ્થો અહીં લાવવામાં આવે છે. ક્યારેક હવાઈ માર્ગે તો ક્યારેક જળ માર્ગથી ડ્ગ્સને ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. મોકો મળે તો આરોપીઓ જાહેર રસ્તાઓ પર થઈને પણ ગુજરાતમાં નશાની હેરાફેરી કરવાનો પ્રયાસ કરતા હોય છે. તપાસ એજન્સીઓ અને ગુજરાત પોલીસની સક્રિય કામગીરીને કારણે ગુજરાતમાં આ નશાખોરીનાં ધંધાને પાંગરવાનો મોકો નથી મળતો. ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. જોકે, સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે આજે ફરી એકવાર ગુજરાતમાંથી વિશાળ માત્રામાં ડ્ગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાતના જામનગરમાંથી 6 કરોડ રૂપિયાનો ડ્ગ્સનો જથ્થો ઝડપાયો છે.  ઇન્ડિયન નેવી ઇન્ટેલિજન્સ અને NCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું જેમાં તેમને મોટી સફળતા મળી છે.

જામનગરમાં ઇન્ડિયન નેવી ઇન્ટેલિજન્સ અને એનસીબી દ્વારા સયુંક્ત ઓપેરશન હાથ ધરવામાં આવ્યું હતું અને સેક્શન રોડ પરથી 10 કિલો ડ્રગ્સ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે ત્રણ શખ્સોની સંડોવણી ખુલતા એ ત્રણ શખ્સોની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નેવલ ઇન્ટેલિજન્સ ટીમને બાતમી મળી હતી. જેના આધારે આજે વહેલી સવારે ઇન્ડિયન નેવી અને એનસીબીની ટીમને જામનગર શહેરની આશાપુરા હોટલ નજીક શંકાસ્પદ હાલતમાં એક શખ્સ મળી આવ્યો હતો. ત્યારબાદ તેની સઘન પૂછપરછ કરતા તેના થેલામાંથી જૂદા જૂદા પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ ખોલતાજ તેમાં એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું.

તપાસ એજન્સીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી મળેલા જથ્થાનું વજન કરવામાં આવતા 10 કિલો ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. જેની અંદાજીત કિંમત 6 કરોડની આસપાસ થાય છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સની આકરી પૂછપરછ કરતા તેણે અન્ય ત્રણ શખ્સો પણ સંડોવાયેલા હોવાની માહિતી આપી હતી. આ માહિતીના આધારે તપાસ કરતી ટીમ દ્વારા અન્ય ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે મુંબઇમાં એક નોર્કોટિક્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. જેની માહિતી મેળવીને મુંબઇના આ યુનિટને જપ્ત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. બન્ને એજન્સી દ્વારા હાલ તપાસ હાથ ધરાઈ રહી છેકે, કેટલા સમયથી તેઓ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યાં છે અને ક્યાંથી લાવતા હતા અને ક્યાં લઇ જવાના હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news