નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે મહેસાણાની પૂજા પટેલ, સ્પર્ધામાં થયો યોગાસનનો સમાવેશ
ગુજરાતમાં યોજાનાર 36 માં નેશનલમાં યોગાસન સ્પર્ધામાં 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમ્યાન અમદાવાદમાં ખાતે યોજાશે.
- યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે ગુજરાતી યુવતી
- મહેસાણાની વર્લ્ડ મિસ યોગીની પૂજા પટેલને મળ્યું સ્થાન
- નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે પૂજા
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ મહેસાણા જિલ્લાના આંબલા ગામની મૂળ વતની પૂજા પટેલે દેશ અને દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેણે યોગસાધનામાં અનોખી મહારત હાંસલ કરીને આ ક્ષેત્રે આગવું સ્થાન હાંસલ કર્યું છે. ઉલ્લેખનીય છેકે, આંબલા ગામની મૂળ વતની એવી પૂજા પટેલ હાલ કડી ખાતે રહે છે. યોગ ક્ષેત્રે તેણે કરેલાં અભ્યાસ અને તેણે મેળવેલી મહારતને કારણે હવે તે યોગીની કહેવાય છે.
હાલ કડી ખાતે રહેતી વર્લ્ડ મિસ યોગીની પૂજા પટેલ નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. પ્રથમ વખત ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને નેશનલ ગેમ્સમાં યોગાસનની સ્પર્ધા સમાવી છે. યોગાસન રમતને ભારત સરકારના યુવા રમતગમત મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત થયા બાદ પ્રથમ વખત ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન અને નેશનલ ગેમ્સમાં યોગાસનને રમત તરીકે સામેલ કરેલ છે.
મહેસાણા જિલ્લાની અને હાલ કડીમાં રહેતી મિસ યોગીની પૂજા પટેલ સમગ્ર જિલ્લાનું ગૌરવ તો ખરું પણ ગુજરાત રાજ્ય, દેશ અને વિદેશમાં નામના મેળવેલ એવી મિસ યોગીની પૂજા પટેલ અમદાવાદ ખાતે ચાલી રહેલ પ્રી નેશનલ કોચિંગ કેમ્પમાં પસંદગી પામેલ છે. કેમ્પમાં સારી ટ્રેનિંગ વર્લ્ડ મિસ યોગીની પૂજા પટેલ લઈ રહી છે, જેઓને સરકાર તરફથી ટ્રેનિંગ માટે દિવ્યા કુમાર ડોન દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
જેમાં ગુજરાતમાં યોજાનાર 36 માં નેશનલમાં યોગાસન સ્પર્ધામાં 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમ્યાન અમદાવાદમાં ખાતે યોજાશે. જેમાં અત્યાર સુધી ઘણી બધી નેશનલ ઇન્ટરનેશનલ રમી ચુકેલી 105 મેડલ, 139 ટ્રોફી, 200થી વધારે ટ્રોફી મળવી એવી વર્લ્ડ મિસ યોગીની પૂજા પટેલ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે