આજથી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ

ગુજરાતના 13 તાલુકાઓમાં છેલ્લાં 24 કલાકમાં વરસ્યો વરસાદ. છેલ્લાં 24 કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ અડધો ઈંચ વરસાદ થયો છે. 

આજથી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશના અન્ય રાજ્યોમાં વરસાદી માહોલ છે, ત્યારે ગુજરાતમાં હજુ પણ મેઘમહેરની રાહ જોવાઈ રહી છે. ખાસ કરીને જગતનો તાત કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યો છે. આ સ્થિતિની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યાં છે. રાજ્યના હવામાન વિભાગે આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ બન્ને ઝોનમાં ગઈકાલે સામાન્ય બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો.

ગુજરાતના 13 તાલુકાઓમાં છેલ્લાં 24 કલાકમાં વરસ્યો વરસાદ. છેલ્લાં 24 કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ અડધો ઈંચ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ધોધમારની વરસાદની આગાહી કરાઈ છે. જેમાં મધ્ય ગુજરાતમાં આફતનો વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર થવાની આગાહી છે. સૌરાષ્ટ્ર–કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. 23 જુલાઈએ દરિયામાં એક લૉ – પ્રેશર સર્જાશે. જેના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં હાલ નદી, ડેમ, ચેકડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 23મી જુલાઈથી સતત ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગ અને ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદના કારણે 11 રસ્તા બંધ થયા હોવાના પણ અહેવાલ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 204.94 મિમી એટલે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, મંગળવારે 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં વડોદરામાં 2 કલાકમાં 2 અને બોડેલીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. બોડેલીમાં અઢી ઇંચ વરસાદથી જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

ગુજરાતભરમાં વરસાદની આગાહીને લઈ NDRFની ટીમો તાબડતોડ તૈનાત કરાઇ છે. હવામાન વિભાગની આગાહીના પગલે NDRFની ટીમો એલર્ટ પણ મુકવામાં આવી છે. રાજ્યમાં અલગ અલગ 8 જિલ્લામાં 8 ટીમો તૈનાત કરાઈ છે, જેમાં વલસાડ, નવસારી, સુરતમાં 1-1 ટીમ રહેશે. રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ટીમ તૈનાત રહેશે. મોરબી અને કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે આગામી સ્થિતિ આધારે અન્ય ટીમો મોકલવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news