અષાઢી બીજે આજે અમી છાંટણા થશે કે નહિ, આવી છે અંબાલાલ પટેલની વરસાદની આગાહી
Gujarat Weather Forecast : હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી છે. પરંતું આજે રથયાત્રાના દિવસે અમીછાંટણા થઈ શકે છે
Trending Photos
Ambalal Patel Prediction : અજ આષાઢી બીજ એટલે કચ્છી નયોં વરેં, અજજે અવસર તેં દેશ ને દુનિયાંમેં વસધલ ને કચ્છજી ગરવાઈ કે રોશન કરીંધલ મૂંજેં વલેં મિણી કચ્છી ભા, ભેણેં કે મૂં તરફથી ધિલસેં વધાઇયું અને શુભકામનાઉં... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાના પાવન અવસર પર ટ્વીટ કરેલા આ શબ્દો અદભૂત છે. આજે અષાઢી બીજે અમદાવાદમાં 146 મી રથયાત્રા રંગેચંગે નીકળી છે. આ વર્ષે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આવામાં ભક્તોને એક જ રાહ હોય છે કે, રથયાત્રાના દિવસે, આ અષાઢી બીજના દિવસે અમી છાંટણા થશે કે નહિ. રથયાત્રાના દિવસે થતા વરસાદને ભક્તો અમી છાંટણા, ભગવાનની પ્રસાદી ગણાવે છે. આવામાં આજે વરસાદ પડશે કે નહિ, શું છે આજની હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરતા જણાવ્યું કે, રથયાત્રામાં મેઘરાજા હળવા વરસાદી છાંટા વરસાવી શકે છે. જો કે ભારે વરસાદની શક્યતા નહિવત છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. હાલ વાતાવરણમાં ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતું ઓછા વરસાદને કારણે વાતાવરણમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. જો કે હાલ પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે ગરમીનો અનુભવ ઓછો થઇ શકે છે. હાલ વરસાદી સિસ્મટ દક્ષિણ રાજ્યોમાં છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવતીકાલે અષાઢી બીજ હોઈ રથયાત્રામાં અમીછાંટણા થઈ શકે છે. તેમજ અમદાવાદમાં છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે. ત્યારે ભેજનાં કારણે વરસાદી માહોલ રહેશે. તેમજ તાપી, ડાંગ, ભરૂચ, સુરત તેમજ વડોદરામાં પડી શકે છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. પરંતું ભેજ અને પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમનાં પવન ફૂંકાશે. અને તાપમાનમાં સામાન્ય વધારો થશે. તેમજ વરસાદી માહોલ રહેશે. હાલ અમદાવાદમાં તાપમાન 35 ડિગ્રી છે. અને 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે.
તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, આજે અષાઢ સુદ બીજના વાદળો રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પાડવાની શક્યતા છે. અષાઢ સુદ પાંચમની રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી થવાની શક્યતા છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાની થવાની શક્યતા છે. હવે મૃગશેષ નક્ષત્રમાં વરસાદ થવાથી વાવેતર કરેલા પાકમાં કાતરા પાડવાની શક્યતા છે. જેનું સાયકલ 27 દિવસ ચાલશે. કાતરાઓ ઉભા કૃષિ પાકોને ખાઈ જતા હોય છે. ત્યારે મારવાડના રણમાં તીડની ઉત્ત્પત્તિ થવાની સંભાવના છે.
ચોમાસાની આગાહી
ગુજરાતમાં હજુ ચોમાસા માટે રાહ જોવી પડશે. દક્ષિણ ભારતમાં ચોમાસુ પહોંચ્યું છે. તેમજ મુંબઈ ચોમાસું આવ્યા બાદ ગુજરાતની જાહેરાત થશે. બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે