Kinjal Dave: 'ચાર બંગડીવાળા' ગીતે વધારી કિંજલ દવેની મુશ્કેલી, હાઈકોર્ટે લીધો આ નિર્ણય
Kinjal Dave Case : ગત 30 જાન્યુઆરીએ કિંજલ દવેએ “ચાર ચાર બંગડીવાળી ગાડી” કેસ સિવિલ કોર્ટમાં જીતી લીધો હતો. રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. નામની કંપની આ ગીતના કોપી રાઈટના હક્કો સાબિત ન કરી શકતા કોર્ટે આ કોપી રાઈટનો કેસ રદબાતલ કરી દીધો હતો.
Trending Photos
Kinjal Dave Case : ચાર ચાર બંગડી વાળી ગાડી...ગીતને લીધે જાણીતા ગુજરાતી ગાયક કિંજલ દવેની મુશ્કેલીઓનાં સતત વધારો થઈ રહ્યો છે. આ વખતે ગુજરાત હાઈકોર્ટે આ અંગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છેકે, હજુ આ કેસમાં ગાયક કિંજલ દવેને રાહત મળી નથી. અગાઉ કિંજલ દવે સિવિલ કોર્ટમાં આ કેસ જીતી ગઈ હતી પરંતુ હવે આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને અરજદારની અરજીને માન્ય રાખી કોર્ટે કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મુકયો છે. ચાર બંગડી ગીત ગાવા પર ફરી કિંજલ દવેને સ્ટે મળ્યો છે. સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો છે. ત્યારે હાઇકોર્ટે અરજદારની અરજી માન્ય રાખી કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મુકયો છે. અને કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર 6 માર્ચ સુધી સ્ટે લંબાવવામાં આવ્યો છે.
સિવિલ કોર્ટમાંથી મળી હતી રાહત-
ઉલ્લેખનીય છે કે, ગત 30 જાન્યુઆરીએ કિંજલ દવેએ “ચાર ચાર બંગડીવાળી ગાડી” કેસ સિવિલ કોર્ટમાં જીતી લીધો હતો. રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. નામની કંપની આ ગીતના કોપી રાઈટના હક્કો સાબિત ન કરી શકતા કોર્ટે આ કોપી રાઈટનો કેસ રદબાતલ કરી દીધો હતો. ત્યારે સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો છે.
જાણો શું હતો સમગ્ર મામલો?
‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતના વિવાદમાં લોકગાયિકા કિંજલ દવેને સિવિલ કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારે રેડ રીબન એન્ટરટેઈમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી અરજી કરી કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ‘ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત’ને લઇ ફરિયાદી પાસે કોપીરાઈટ હક્કો છે અને આ ગીતના શબ્દો, ગીત અને તેના ગાવા-વગાડવા પર તેમનો અધિકાર છે તેમ છતાં કિંજલ દવેએ આ ગીત ગાયુ જેના કારણે ફરિયાદીને ભરપાઇ ના થઈ શકે તેવું નુકસાન થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે