સાંબેલાધાર વરસાદથી વેરાવળમાં સ્થિતિ ખરાબ : લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, 305 નું સ્થળાંતર કરાયું
Veraval Heavy Rainfall : સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી વધી મુશ્કેલી..વેરાવળમાં ઘર અને દુકાનમાં ઘુસ્યા પાણી..વેરાવળ-કોડીનાર હાઈવે બંધ કરવાની પડી ફરજ...
Trending Photos
Gujarat Rain Alert : આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.... અરવલ્લી, ભાવનગર, વલસાડ, દમણમાં આજે રેડ એલર્ટ..... નવસારી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ઓરેન્જ અલર્ટ....પોરબંદર, રાજકોટ અને બોટાદમાં આજે યેલો અલર્ટ આપ્યું....
Gujarat Weather Forecast : રાજ્યમાં આજે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળ્યું. સવારના બે કલાક દરમિયાન જ રાજ્યના 32 તાલુકામાં વરસાદ નોંધાયો. તો સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોલમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જૂનાગઢના માળિયા હતીનામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના વેરાવળ અને વલસાડના વાપીમાં 3.5 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ત્રણ તાલુકામાં સ્થળાંતરની ફરજ પડી છે. ગાંધીનગર કન્ટ્રોલ રૂમથી મળતા અપડેટ અનુસાર, રાજકોટમાં 55, ગીર સોમનાથના તાલાલા શહેરમાં 160 અને ગીર સોમનાથના જ વેરાવળમાં 90 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાંથી જાલમાલને નુકસાન ન થાય એટલા માટે આ સ્થળાંતર કરાયું છે. કુલ 305 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ બન્યું છે. સ્થિતિને ધ્યાને રાખી NDRFની 6 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે ગીર સોમનાથ, કચ્છ, નવસારીમાં 1-1 ટીમ ડિપ્લોય કરાઈ છે. તો વલસાડ, અમરેલી, રાજકોટમાં 1-1 ટીમ ડિપ્લોય કરાઈ છે. ત્યારે આજની કેબિનેટ બેઠકમાં પણ વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા થશે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે કુલ 65 રસ્તાઓ બંધ હાલતમાં છે. તો પંચાયત હસ્તકના 52 રસ્તાઓ બંધ છે. ચાર સ્ટેટ હાઇવે પણ બંધ છે. રાજ્યના ચાર સ્ટેટ હાઇવેમાં રાજકોટ, બે ગીર સોમનાથ અને એક પોરબંદરનો સ્ટેટ હાઇવે બંધ છે. રાજ્યના અન્ય નવ માર્ગો પણ બંધ છે. તેથી ચોમાસામાં બહાર નીકળતા પહેલા સાવધાન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે