ગુજરાતમાં મોન્સૂન રિટર્ન : અંબાલાલ પટેલની આગાહી, આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Weather Forecast : ગુજરાત માટે રાહતના સમાચાર... વરસાદી સિસ્ટમ થશે રિટર્ન... હવામાન વિભાગ અને અંબાલાલની રાહત આપતી આગાહી... ગુજરાતમાં વરસાદની 20 ટકાની ઘટ પણ પૂરાશે
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં સિઝનનો 86 ટકા વરસાદ વરસ્યો છે. હજુપણ રાજ્યના 20 જિલ્લામાં વરસાદની ઘટ છે. ગતવર્ષે અત્યાર સુધીમાં 104 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. ત્યારે સપ્ટેમ્બરમાં ફરી વરસાદી સિસ્ટમ મજબૂત થતા આ 20 ટકા વરસાદની ઘટ પણ પૂરાઈ જશે તેવુ લાગી રહ્યું છે. આવામાં આ વરસાદની સિસ્ટમ ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ લઈને આવશે. આ વિશે અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી આવી ગઈ છે.
12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે
વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે.તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે.અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,10 સપ્ટેમ્બરથી એટલે કે આજથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે. આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે.
આંકડામાં જોઈએ તો, ગુજરાતમાં સિઝનનો 86 ટકા વરસાદ વરસ્યો છે. હજુપણ રાજ્યના 20 જિલ્લામાં વરસાદની ઘટ છે. ગતવર્ષે અત્યાર સુધીમાં 104 ટકા વરસાદ વરસ્યો હતો. તો 49 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધારે 117 ઈંચ વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં સૌથી વધુ 41 ટકા વરસાદની ઘટ છે. ગુજરાતમાં મહિના પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો...
જૂન મહિનામાં 9.56 ઈંચ વરસાદ વરસ્યો...
જુલાઈ મહિનામાં 17.66 ઈંચ વરસાદ વરસ્યો...
ઓગસ્ટ મહિનામાં માત્ર 1 ઈંચ વરસાદ વરસ્યો...
સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી 1.52 ઈંચ વરસાદ વરસ્યો...
કયા જિલ્લામાં વરસાદની ઘટ છે તેના પર નજર કરીએ તો...
ગાંધીનગરમાં 41 ટકા વરસાદની ઘટ...
દાહોદમાં 41 ટકા વરસાદની ઘટ...
વડોદરામાં 33 ટકા વરસાદની ઘટ...
નર્મદામાં 30 ટકા વરસાદની ઘટ...
પંચમહાલમાં 28 ટકા વરસાદની ઘટ...
અરવલ્લીમાં 28 ટકા વરસાદની ઘટ...
અમદાવાદમાં 27 ટકા વરસાદની ઘટ...
ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો...
કચ્છ ઝોનમાં 29.94 ઈંચ વરસાદ વરસ્યો...
ઉત્તર ઝોનમાં 20.35 ઈંચ વરસાદ વરસ્યો...
પૂર્વ મધ્ય ઝોનમાં 23 ઈંચ વરસાદ વરસ્યો...
સૌરાષ્ટ્ર ઝોનમાં 31.49 ઈંચ વરસાદ વરસ્યો...
દક્ષિણ ઝોનમાં 41.67 ઈંચ વરસાદ વરસ્યો...
રાજ્યમાં સરેરાશ 29.76 ઈંચ વરસાદ વરસ્યો...
કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો...
વલસાડમાં 87.40 ઈંચ વરસાદ...
નવસારી જિલ્લામાં 69.37 ઈંચ વરસાદ...
ડાંગ જિલ્લામાં 66.33 ઈંચ વરસાદ...
જૂનાગઢ જિલ્લામાં 58.46 ઈંચ વરસાદ...
ગીર સોમનાથમાં 51.10 ઈંચ વરસાદ...
કયા જિલ્લામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ તેની વાત કરીએ તો...
જૂનાગઢમાં 153.42 ટકા વરસાદ...
કચ્છમાં 136.69 ટકા વરસાદ...
ગીર સોમનાથમાં 132.41 ટકા વરસાદ...
રાજકોટમાં 114.87 ટકા વરસાદ....
જામનગરમાં 112.15 ટકા વરસાદ...
ભાવનગરમાં 106 ટકા વરસાદ....
દેવભૂમિ દ્વારકામાં 110 ટકા વરસાદ...
પોરબંદરમાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે