નિવૃત IAS અધિકારી જગતસિંહ વસાવાની વકીલાતની ડીગ્રી ચેક કરવા હાઇકોર્ટનો આદેશ
નિવૃત IAS અધિકારી અને કોંગ્રેસના નેતા જગતસિંહ વસાવાની વકીલાતની ડીગ્રીના સંદર્ભે સામાજિક કાર્યકરે કરેલી અરજીને લઈને એડવોકેટ ધર્મવીરસિંહ સોલંકી દ્વારા કરવામાં આવેલી રજુઆતને પગલે ગુજરાત હાઈકોર્ટે જગતસિંહ વસાવાની વકીલાતની ડીગ્રીની તપાસ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ કર્યો છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: નિવૃત IAS અધિકારી અને કોંગ્રેસના નેતા જગતસિંહ વસાવાની વકીલાતની ડીગ્રીના સંદર્ભે સામાજિક કાર્યકરે કરેલી અરજીને લઈને એડવોકેટ ધર્મવીરસિંહ સોલંકી દ્વારા કરવામાં આવેલી રજુઆતને પગલે ગુજરાત હાઈકોર્ટે જગતસિંહ વસાવાની વકીલાતની ડીગ્રીની તપાસ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ કર્યો છે.
સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આગામી ત્રણ મહિનામાં જગતસિંહ વસાવાની ડીગ્રી અંગે તપાસ કરીને રીપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજુ કરવાનો રહેશે. ઉલ્લેખનિય છે કે, નિવૃત IAS અધિકારી અને કોંગ્રેસના નેતા જગતસિંહ વસાવા ભૂતકાળમાં ત્રણ વખત ચુંટણી પણ લડી ચુક્યા છે.
જેમાં વર્ષ 2012 અને 2017માં વિધાનસભાની ચુંટણીનો સમાવેશ થાય છે. બંને વખતે જગતસિંહ વસાવા માંગરોળ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડ્યા હતા તો JDUના ઉમેદવાર તરીકે વર્ષ 2014માં બારડોલી લોકસભા બેઠક પરથી પણ જગતસિંહ ચુંટણી લડી ચુક્યા છે. આ ત્રણેય ચૂટણીમાં જગતસિંહ વસાવાને કારમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે