ગજબની ટેકનિક! હવે ગુજરાતમાં પ્લાસ્ટિકનો કચરો કોલસામાં થશે રૂપાંતરિત, આ જગ્યાએ પ્લાન્ટ શરૂ
હિંમતનગર નગરપાલિકાના ડમ્પિંગ વિસ્તાર ખાતે એકઠો થયેલો કચરામાંથી પ્લાસ્ટિકનો જથ્થો છુટો પાડી તેમાં કોલસામાં રૂપાંતરણ થશે. જેને લઈને જમીનમાં થતા પ્રદૂષણને પણ અટકાવી શકાશે, સાથે જ ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં આ કોલસો ફ્યુલ એનર્જી તરીકે વપરાશમાં લેવાશે.
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સમગ્ર દેશમાં પોલીથીન પ્લાસ્ટિકની લઈને પ્રદૂષણ વધી રહ્યું છે જોકે હિંમતનગર નગરપાલિકા દ્વારા સર્વપ્રથમ આધુનિક પદ્ધતિથી પર્યાવરણની સાનુકૂળ રહે તે રીતે પ્લાસ્ટિકના કચરાને કોલસામાં રૂપાંતરિત કરવાની શરૂઆતનો આ પ્રોજેક્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેને લઈને હિંમતનગર નગરપાલિકાના ડમ્પિંગ વિસ્તાર ખાતે એકઠો થયેલો કચરામાંથી પ્લાસ્ટિકનો જથ્થો છુટો પાડી તેમાં કોલસામાં રૂપાંતરણ થશે. જેને લઈને જમીનમાં થતા પ્રદૂષણને પણ અટકાવી શકાશે, સાથે જ ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં આ કોલસો ફ્યુલ એનર્જી તરીકે વપરાશમાં લેવાશે.
હવે હિંમતનગર નગરપાલિકા ડંપિગ સાઈટનો કચરામાંથી પ્લાસ્ટિક અલગ કરીને બનાવી રહી છે. કોલસો અને એ કોલસો ઈન્ડસ્ટ્રીઝમાં આપશે. આમ તો વર્ષોથી હિંમતનગર શહેરની ડંપીગ સાઈટ પર લાખ્ખો ટન કચરો પડી રહ્યો છે.અને જેનો લઈને પાલિકા દ્રારા સુરતની એક એજન્સીને 8000 ચો.કી જમીન ભાડે આપી છે. જે જમીનમાં 7 કરોડના ખર્ચે પ્લાન્ટ રાખવામાં આવ્યો છે. જે ગુજરાતમાં સૌ પ્રથમ પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવવા પ્લાન્ટ શરૂ કરાયો છે. જેનું આજે હિંમતનગરના સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આમ તો આ ડંપીગ સાઈટ પર લાખ્ખો ટન કચરો પડી રહ્યો છે. જે પ્લાન્ટ પર લગાવેલ મશીનરીમાં અલગ કરવામાં આવે છે અને GPCBની ગાઈડ લાઈન મુજબ અહિ કેમિકલ નાખી કચરામાથી છુટું પડેલ પ્લાસ્ટિકમાંથી કેમિકલ નાખીને કોલસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હિંમતનગર પાલિકાના નવા દ્રષ્ટિકોણને કારણે ખાસ તો પર્યાવરણને ફાયદો થશે જ્યારે પ્લાસ્ટિક નિર્મિત કોલસો હિંમતનગર આસપાસમાં ફેકટરીમાં અને ગુજરાતના અન્ય સ્થળે આવેલા નાના ઉધોગોને બળતણના ઉપયોગ માટે અન્ય વિકલ્પો કરતા ઓછા ભાવે આપશે, તો આ ઉપરાંત હિંમતનગર પાલિકાને મહિને 21 હજાર ભાડે પેટે મળશે. જેથી શહેરમાંથી ગંદકી દુર થશે તો આ ઉપરાંત પાલિકાને આર્થીક લાભ પણ મળશે.
હિંમતનગર નગરપાલિકા એ સૌ પ્રથમ પર્યાવરણની જાળવણી માટે એક નવતર પ્રયાસ હાથ કર્યો છે અને જેને લઈને શહેરની ગંદકી તો સાફ થશે જ આ ઉપરાંત આર્થિક લાભ પણ મળશે તો સમગ્ર ગુજરાતની નગરપાલિકા દ્રારા આ પ્રકારે કામગીરી કરવામાં આવશે. પર્યાવરણને નુકશાન કરતું પ્લાસ્ટિકનો ઉપયોગ થકી કોલસાની અવેજી પૂરી પાડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે